Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અમરેલીની ગોવિંદપુર SBI બેંકમાં તોડફોડ કરનાર આરોપી ઝડપાયો:ગોલ્ડ લોનના મુદ્દે સહીઓ વિના ઘરેણાં ન મળતાં કુહાડી વડે બેંકમાં આતંક મચાવ્યો હતો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
અમરેલીની ગોવિંદપુર SBI બેંકમાં તોડફોડ કરનાર આરોપી ઝડપાયો:ગોલ્ડ લોનના મુદ્દે સહીઓ વિના ઘરેણાં ન મળતાં કુહાડી વડે બેંકમાં આતંક મચાવ્યો હતો
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામ સ્થિત SBI બેંક શાખામાં કુહાડી વડે ભયાનક તોડફોડ મચાવીને ₹2.30 લાખનું ભારે આર્થિક નુકસાન પહોંચાડનાર આરોપી સિદ્ધાર્થ સતાસીયાને પોલીસે ઝડપી લીધો છે. સ્વર્ગસ્થ પિતાના ગોલ્ડ લોનના ઘરેણાં છોડાવવાના મુદ્દે વારસદારોની સહી બાબતે થયેલા વિવાદ બાદ ઉશ્કેરાયેલા યુવકે આ હુમલો કર્યો હતો. ધારી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગોલ્ડ લોનની બાબતે બેંક મેનેજર સાથે વિવાદ આરોપીના પિતા શશીકાંત સતાસીયાએ SBI બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી. તેમના અવસાન બાદ પુત્ર રકમ ભરીને ઘરેણાં પરત લેવા આવ્યો હતો. બેંક મેનેજર કુણાલ રાઠોડે કાયદાકીય નિયમ મુજબ તમામ વારસદારોની સહીઓ જરૂરી હોવાનું જણાવ્યું હતું. આરોપીની બહેન ઓસ્ટ્રેલિયા રહેતી હોવા છતાં, તે સહીઓ વિના જ ઘરેણાં સોંપવા બાબતે ઉગ્ર કટુતા પર ઉતરી આવ્યો હતો અને બેંક કર્મચારીઓ સાથે બોલાચાલી કરી હતી. ઘરેથી કુહાડી લાવી બેંકમાં મચાવી તોડફોડ ઉગ્ર માથાકૂટ બાદ આરોપી ઘરેથી ધારદાર કુહાડી લઈને બેંક પરિસરમાં ધસી આવ્યો હતો. તેણે ફરજ પરના મેનેજરને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉશ્કેરાયેલા યુવકે કુહાડી વડે બેંકની ચેમ્બરના દરવાજા, કાચ, વોશરૂમ પેસેજનો કાચ અને મુખ્ય દરવાજો તોડી નાખ્યો હતો. આ સિવાય તેણે બેંકની બે કમ્પ્યુટર સિસ્ટમને પણ કુહાડી મારીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. મેનેજર પર હુમલાનો પ્રયાસ, ઈજા પહોંચી આરોપીએ બેંક મેનેજર પર પણ કુહાડી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં બચાવ કરવા જતાં અને સાઈડના કાચમાંથી બહાર નીકળતી વખતે મેનેજરના જમણા હાથમાં કાચ વાગતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તોડફોડના કારણે બેંક શાખાને અંદાજે ₹2.30 લાખ જેટલું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ ભયાનક ઘટનાથી બેંક કર્મચારીઓ અને સ્થાનિક ગ્રાહકોમાં ભારે ડરનો માહોલ સર્જાયો હતો. ધારી પોલીસે ગુનો નોંધી આરોપીને ડબોચ્યો બ્રાન્ચ મેનેજરની ફરિયાદના આધારે ધારી પોલીસે આરોપી વિરુદ્ધ BNS અને GP એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ધારી ઇન્ચાર્જ DYSP નયના ગોરડીયાના જણાવ્યા અનુસાર, અલગ-અલગ ટીમો બનાવીને કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ આરોપીની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan