Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

અમરેલીના આંબરડીમાં વીજ કરંટથી ભાઈ-બહેનના મોત:ખેતરમાં ઝટકા લાઈન સાથે વીજ વાયર અડતા કરંટ લાગ્યો, દાહોદના મજૂર પરિવારમાં શોક

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
અમરેલીના આંબરડીમાં વીજ કરંટથી ભાઈ-બહેનના મોત:ખેતરમાં ઝટકા લાઈન સાથે વીજ વાયર અડતા કરંટ લાગ્યો, દાહોદના મજૂર પરિવારમાં શોક
અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામમાં વીજ કરંટ લાગવાથી બે સગા ભાઈ-બહેનના મોત થયા છે. આ ઘટના ગઈકાલે બની હતી, જે આજે સામે આવી છે. અશોક મનુ પાવરાની વાડીમાં આ બનાવ બન્યો હતો, જ્યાં દાહોદ જિલ્લાના ખેતમજૂર પરિવારના આ ભાઈ-બહેન કામ કરતા હતા. વાડી વિસ્તારમાં ઝટકા લાઈન બંધ હતી, પરંતુ તેની બાજુમાં ચાલુ વીજ લાઈનનો વાયર અડી ગયો હતો. આ દરમિયાન બંને ભાઈ-બહેન ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. જેથી ઘટનાસ્થળે જ બંનેના મોત થયા હતા. મૃતકોની ઓળખ 21 વર્ષીય રાજુ કચરા ભામોર અને 16 વર્ષીય લક્ષ્મીબેન કચરા ભામોર તરીકે થઈ છે. એક જ પરિવારના બે સંતાનોના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવીને તેમના વતન દાહોદ જિલ્લામાં મોકલી આપ્યા છે. દામનગર પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અમરેલી PGVCLના કાર્યપાલક એચ.જી. નાગરે જણાવ્યું કે, ઘટના બન્યા બાદ તેમની દામનગર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે તે PGVCLની સર્વિસ લાઈન નહોતી, પરંતુ ખેડૂતની પોતાની મીટર માટેની લાઈન હતી. વધુમાં જણાવ્યું કે, ખેડૂતે વાયર લાંબો કરીને રાખ્યો હતો અને તે જમીન પર નીચે હતો. આ વાયરને અડકી જવાથી ભાઈ-બહેનને કરંટ લાગ્યો અને તેમના મોત થયા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan