crime
અમદાવાદમાં ટેમ્પોની ટક્કરે સગીરનું મોત:શેલા રોડ પર અડફેટે લેતા ઘટનાસ્થળે જ જીવ ગયો, પોલીસ તપાસ શરૂ
અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર શેલા રોડ નજીક એક અકસ્માત થયો છે. અહીં એક ટેમ્પો ચાલકે સગીર બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના શેલા રોડ પર બની હતી. ટેમ્પોની ટક્કર એટલી જોરદાર હતી કે, સગીર બાળકનો જીવ બચાવી શકાયો નહીં. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. તેઓ અકસ્માતની ચોક્કસ વિગતો અને મૃતક સગીરની ઓળખ માટે તપાસ કરી રહ્યા છે.
Read full article on Divya Bhaskar