Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમદાવાદમાં ત્રણ અકસ્માતમાં બે વ્યક્તિના મોત, 4 ઇજાગ્રસ્ત:વટવા અને રિવરફ્રન્ટ પર ટુ-વહીલર સ્લીપ થતા બેના મોત, બે ઇજાગ્રસ્ત; સોલામાં સગીરે એક્ટિવાને ટક્કર મારતાં બે ઘાયલ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 14, 2026 👁 7 views
અમદાવાદમાં ત્રણ અકસ્માતમાં બે વ્યક્તિના મોત, 4 ઇજાગ્રસ્ત:વટવા અને રિવરફ્રન્ટ પર ટુ-વહીલર સ્લીપ થતા બેના મોત, બે ઇજાગ્રસ્ત; સોલામાં સગીરે એક્ટિવાને ટક્કર મારતાં બે ઘાયલ
અમદાવાદ શહેરના સોલા, વટવા અને પશ્ચિમ રિવરફ્રન્ટ વિસ્તારમાં માર્ગ અકસ્માતની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ દુર્ઘટનાઓમાં રેલવે કર્મચારી સહિત બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વટવામાં લિફ્ટ લેનાર 22 વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત મૂળ યુપીના અને વટવા GIDC ખાતે ઈલેક્ટ્રિક પેનલનું કામ કરતા 22 વર્ષીય વિક્રમ ઓમપ્રકાશ પ્રજાપતિએ નોકરીથી પરત ફરતાં એક બાઈક ચાલક પાસે લિફ્ટ લીધી હતી. પૂરઝડપે જતું બાઈક સ્લીપ થતાં વિક્રમ રોડ પર પટકાયો હતો. માથામાં ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિક્રમનું મોત નીપજ્યું હતું. મૃતકના પિતા ઓમપ્રકાશની ફરિયાદના આધારે 'જે' ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધ્યો છે. રિવરફ્રન્ટ પર રેલવે કર્મચારીનું બાઈક સ્લીપ થતાં નીપજ્યું મોત મણિનગરમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા 43 વર્ષીય ચિંતનભાઈ રાઠોડ પરોઢિયે નોકરી પૂર્ણ કરી સાબરમતી ICD ડેપોથી મિત્ર કિરણકુમાર વાઘેલા સાથે ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન પશ્ચિમ રિવરફ્રન્ટ એલિસબ્રિજ નીચે બાઈક સ્લીપ થઈ ફૂટપાથની પાળી સાથે અથડાયું હતું. ચિંતનભાઈનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા મિત્ર કિરણકુમારને સામાન્ય ઈજા થઈ હતી. 'એમ' ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. સોલામાં સગીર પુત્રને બાઈક આપનારા પિતા સામે કેસ 30 ઓગસ્ટે સોલામાં રાધાકૃષ્ણ મંદિર પાસે અધિષ્ઠાન શ્રીયા સોસાયટી સામે સરદાર આવાસ યોજનામાં રહેતા અરવિંદભાઈ પરમારે લાયસન્સ વગરના 13 વર્ષીય સગીર પુત્રને બાઈક ચલાવવા આપ્યું હતું. સગીરે વળાંક પર કાબૂ ગુમાવતાં સામેથી આવતી એક્ટિવા સાથે ટક્કર થઈ હતી. એક્ટિવા ચાલક મિશ્વા પ્રજાપતિને પગમાં ઈજા અને સગીર બાઈક ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. 'એ' ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીરને વાહન આપનાર પિતા અરવિંદભાઈ પરમાર સામે ગુનો નોંધ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan