Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

અમદાવાદમાં ફૂડ વિભાગે વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું:ચેનપુરમાં શ્રીજી ડેરી અને રાણીપમાં જૈન ગૃહ ઉદ્યોગ સહિત ચાર દુકાનો સીલ કરાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
અમદાવાદમાં ફૂડ વિભાગે વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું:ચેનપુરમાં શ્રીજી ડેરી અને રાણીપમાં જૈન ગૃહ ઉદ્યોગ સહિત ચાર દુકાનો સીલ કરાઈ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. જે અંતર્ગત ટીમે રાણીપ, ચેનપુર, ઇસનપુર અને જુહાપુરા વિસ્તારમાં ભેળસેળ વાળા અને અખાદ્ય સહિત નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરનારી ચાર દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરાઈ છે. શ્રીજી ડેરીમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચકાસણી AMC ફૂડ વિભાગના અધિકારી ડૉ. તેજસ શાહે જણાવ્યું કે, ચેનપુર વિસ્તારમાં આવેલી શ્રીજી ડેરીમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ચકાસણી કરાઈ હતી. જેમાં ચોખ્ખા ઘીના નામે વેજીટેબલ ફેટની ભેળસેળ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોવાની શંકા અંગે અગાઉના નમૂનાની તપાસ દરમિયાન ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું જેથી તેને સીલ કરાઈ છે. મજલીસ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા જોવા ન મળી જુહાપુરામાં આવેલી મજલીસ રેસ્ટોરન્ટના કિચનમાં સ્વચ્છતા જોવા મળી ન હતી. હાઇજીન અને સેનિટેશન સંબંધિત નિયમોનું પાલન થતું ન હોવાનું જણાયું હતું. જ્યારે ઇસનપુરમાં રાજસ્થાન દાળવડા સેન્ટરમાં અગાઉ લેવામાં આવેલા Re-Use Cooking Oilના નમૂનાના લેબોરેટરી રિપોર્ટમાં FSSAI દ્વારા નિર્ધારિત 25%ની મહત્તમ મર્યાદા કરતાં વધુ Total Polar Compounds (TPC)નું પ્રમાણ 32.1% નોંધાયુ હતું. જેથી તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રાણીપમાં આવેલા શાંતિનાથ જૈન ગૃહ ઉદ્યોગમાં નાગરિક દ્વારા એક્સપાયરી ડેટની વસ્તુ વેચવામાં આવતી હોવાની ફરિયાદ કરાઈ હતી. જેના આધારે તપાસ કરાતા સાચી હકીકત જણાવતા તેને પણ સીલ કરાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan