crime
અમદાવાદમાં જૈન શ્રાવકની 180 દિવસની કઠોર તપશ્ચર્યા:રોજ માત્ર હૂંફાળું પાણીનું સેવન, 20 સપ્ટેમ્બરે પારણાં
અમદાવાદના ભટ્ટા-પાલડી સ્થિત પંકજ જૈન સંઘ ખાતે જૈન શ્રાવક નિપેક્ષ શેઠે 180 દિવસના ઉપવાસની કઠોર તપશ્ચર્યા કરી છે. તેમણે 24 માર્ચ, 2026ના રોજ આ તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો હતો. ઉપવાસ દરમિયાન તેઓ દિવસભર માત્ર હૂંફાળું પાણીનું સેવન કરી રહ્યા છે. 20 સપ્ટેમ્બરે પ.પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના હસ્તે પારણાં 180 દિવસની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ 20 સપ્ટેમ્બર, રવિવારના રોજ થશે. આ પ્રસંગે પ.પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજના પાવન હસ્તે નિપેક્ષ શેઠના પારણાં કરવામાં આવશે. તપશ્ચર્યાને પગલે જૈન સમાજમાં પણ આ પ્રસંગને લઈને ધાર્મિક ભાવના જોવા મળી રહી છે. ગુરુદેવે આત્મબળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું આ પ્રસંગે ગુરુદેવે જણાવ્યું હતું કે આજના ભૌતિકવાદી યુગમાં 180 દિવસ સુધી માત્ર ઉકાળેલા પાણીના આલંબન પર અવિચળ શ્રદ્ધા અને સંયમ જાળવવો એ આત્મબળનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. નિપેક્ષ શેઠે પણ પોતાના અનુભવમાં આ તપશ્ચર્યાને ગુરુકૃપા અને પરિવારના નિઃસ્વાર્થ સહયોગનું પરિણામ ગણાવી હતી. તેમના જણાવ્યા મુજબ, આટલા દિવસના ઉપવાસ છતાં પ્રભુની કૃપાથી તેમનું સ્વાસ્થ્ય સારું છે.
Read full article on Divya Bhaskar