crime
અમદાવાદ એરપોર્ટ પર ₹8 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો:બેંગકોકથી અમદાવાદની ફ્લાઈટમાં આવતા મુંબઇના યુવકે કપડાંની અંદર ગાંજો છૂપાવ્યો
અમદાવાદ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ આવેલી ફલાઈટમાં આવેલો મુસાફર કપડાંની અંદર ગાંજો છુપાવીને લાવ્યો હતો. આઠ કરોડથી વધુનો ગાંજાનો જથ્થા સાથે મુસાફરની ધરપકડ કરી છે. અધિકારીઓએ મુંબઇના એક યુવકને અટકાવ્યો પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે, અમદાવાદ કસ્ટમ્સના 'એર ઇન્ટેલિજન્સ યુનિટ' (AIU) ના અધિકારીઓએ મુંબઈના રહેવાસી એવા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો, જે આજે તા. 21મી સપ્ટેમ્બરના રોજ ફ્લાઇટ નંબર TG 343 દ્વારા બેંગકોકથી આવ્યા હતા. 14 પ્લાસ્ટિકના પેકેટમાં છૂપાવેલો લીલો પદાર્થ મળ્યો તેમના ચેક-ઇન સામાનની તપાસ દરમિયાન, અધિકારીઓને 14 હવાચુસ્ત (airtight) પ્લાસ્ટિકના પેકેટોમાં છુપાવેલ લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો. આ પેકેટો સામાનમાં ભરેલા કપડાંની વચ્ચે છુપાવવામાં આવ્યા હતા. ₹8 કરોડનો 8 કિલોથી વધુ ગાંજાનો જથ્થો નીકળ્યો NDPS ફિલ્ડ-ટેસ્ટિંગ કિટનો ઉપયોગ કરીને કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં, આ પદાર્થ ગાંજો (મારિજુઆના) હોવાનું જણાયું હતું. જપ્ત કરાયેલ પ્રતિબંધિત પદાર્થનું કુલ વજન 8,913 ગ્રામ (આશરે 8. 9 કિગ્રા) હતું. જેની આંતર રાષ્ટ્રીય બજાર કિંમત 8 કરોડથી વધુ થાય છે. મુસાફરની ધરપકડ કરાઈ 'નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ, 1985 (NDPS Act) ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. હજુ આગળની તપાસ ચાલુ છે.
Read full article on Divya Bhaskar