Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરત પોલીસનું મેગા ઓપરેશન:ગણેશ વિસર્જન પૂર્વે કોટ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ, આકાશી ડ્રોન અને AI કેમેરાથી બાજનજર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
સુરત પોલીસનું મેગા ઓપરેશન:ગણેશ વિસર્જન પૂર્વે કોટ વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ, આકાશી ડ્રોન અને AI કેમેરાથી બાજનજર
સુરત શહેરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી વચ્ચે હવે આગામી અનંત ચતુર્દશી અને ગણપતિ વિસર્જન પર્વને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થનાર હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે તેમજ વિસર્જન રૂટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી શહેર પોલીસ તંત્રે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીરના સીધા માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં મેગા પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને હાઇટેક મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. સલાબતપુરાથી ચોકબજાર સુધી પોલીસનો કાફલો રસ્તા પર ઊતર્યો સંયુક્ત પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલાની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનોનો વિશાળ કાફલો રસ્તા પર ઊતર્યો હતો. સંવેદનશીલ ગણાતા કોટ વિસ્તારમાં સલાબતપુરા, બેગમપુરા, દારૂખાના રોડ, રૂવાલાનો ટેકરો અને ભાગળ ચાર રસ્તા થઈને છેક ચોકબજાર સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે માટે પોલીસ કાફલાએ રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ડ્રોનથી હવાઈ પેટ્રોલિંગ અને AI ટેક્નોલોજીથી મોનિટરિંગ મેદાની પેટ્રોલિંગની સાથોસાથ આકાશી સુરક્ષા માટે સમગ્ર રૂટ પર અત્યાધુનિક ડ્રોન કેમેરા ઉડાડવામાં આવ્યા હતા. ડ્રોન મારફતે સાંકડી ગલીઓ, મકાનોની ધાબાઓની સ્થિતિ અને ભીડભાડવાળા સ્થળોનું બારીકાઈથી નિરીક્ષણ કરાયું હતું. આ ઉપરાંત, સુરત પોલીસના અત્યાધુનિક કંટ્રોલરૂમ મારફતે AI સક્ષમ કેમેરાથી શંકાસ્પદ હિલચાલ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પર સતત બાજનજર રાખવામાં આવી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં તૈનાત આ મેગા સુરક્ષા કવાયતમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સીધો મોરચો સંભાળ્યો હતો. સંયુક્ત પોલીસ કમિશનર બલરામ મીના, મહેન્દ્ર બગરિયા, ટ્રાફિક સંયુક્ત પોલીસ કમિશનર સજનસિંહ પરમાર અને જેસીપી ડો. કરણરાજ વાઘેલા સાથે ક્રાઇમ બ્રાન્ચ DCP ભાવેશ રોજિયા, SOG DCP રાજદીપસિંહ નકુમ, ડીસીપી રાઘવ જૈન, એસીપી કિરણ મોદી સહિત પીઆઈ, પીએસઆઈ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો કવાયતમાં જોડાયા હતા. 25થી વધુ રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન અને મલ્ટી-એજન્સી સંકલન વિસર્જનના દિવસે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે 25થી વધુ મુખ્ય વિસર્જન માર્ગો પર અગાઉથી સુરક્ષા પ્લાન ઘડી કઢાયો છે. જરૂરિયાત મુજબ કેટલાક રસ્તાઓ સામાન્ય વાહનવ્યવહાર માટે બંધ રાખી વૈકલ્પિક રૂટની જાહેરાત કરવામાં આવશે. ઉત્સવ નિર્વિઘ્ને પાર પડે તે માટે સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર કચેરી, દક્ષિણ ગુજરાત વીજ કંપની અને ફાયર બ્રિગેડ સાથે સુરત પોલીસનું સતત સંકલન ચાલુ છે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, તહેવારની શાંતિમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરનાર કોઈપણ અસામાજિક તત્વ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan