crime
Ahmedabadના બોપલ બાદ હાથીજણમાં ‘ચડ્ડી બનીયાન ગેંગ’નો ફરી આતંક!
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સક્રિય થયેલી ચર્ચિત ‘ચડ્ડી બનીયાન ગેંગ’નો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. બોપલ વિસ્તારમાં બનેલી ચોરીની ઘટના બાદ હવે આ ચડ્ડી બનીયાન ધારી તસ્કર ગેંગે હાથીજણ વિસ્તારમાં ધામા નાખ્યા છે. હાથીજણ ખાતે આવેલા એક ફ્લેટને નિશાન બનાવીને આ તસ્કર ટોળકીએ ચોરીના બનાવને અંજામ આપતાં સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ફાળ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. શાતિર ચોરોએ હાથીજણમાં ચોરીને આપ્યો અંજામ મળતી વિગતો અનુસાર, હાથીજણ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રાત્રિના સમયે ચાર લોકોની ગેંગે પ્રવેશ કર્યો હતો. ચડ્ડી અને બનીયાન પહેરીને આવેલા આ ચોરોએ બંધ મકાન કે ફ્લેટને ટાર્ગેટ બનાવીને રોકડ રકમ તેમજ કિંમતી સામાનની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે સ્થાનિકોને સવારે જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી. બોપલ ઘટના બાદ પણ ગેંગ પકડ બહાર ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ જ બોપલ વિસ્તારમાં પણ આ જ ગેંગે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. બોપલની હાઈ-પ્રોફાઈલ ચોરી બાદ પણ આ રીઢા તસ્કરો પોલીસ પકડથી દૂર જ રહ્યા છે, ત્યાં જ હાથીજણમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવતાં પોલીસની રાત્રી પેટ્રોલીંગ સામે સવાલો ઉભા થયા છે. ઘટનાની ગંભીરતા જોઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ કબજે કરી ગેંગના સગડ મેળવવા માટે સઘન તપાસ અને નાકાબંધી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read full article on Sandesh