Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad News: બગોદરામાં ગણપતિ વિસર્જન કરવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનો બચાવ એકની શોધખોળ ચાલુ

📰 Sandesh 🕐 1 min read 📅 September 25, 2026 👁 1 views
Ahmedabad News: બગોદરામાં ગણપતિ વિસર્જન કરવા પડેલા બે કિશોરો ડૂબ્યા, એકનો બચાવ એકની શોધખોળ ચાલુ
અમદાવાદ જિલ્લાના બગોદરા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. બગોદરાના શિયાળ રોડ પર આવેલી થાળાવાળી ડબમાં ગણપતિ પધરાવવા માટે કેટલાક કિશોરો ગયા હતા, તે દરમિયાન ગણપતિ વિસર્જન વેળાએ અચાનક પાણીમાં ઊંડાણમાં ઉતરી જવાથી બે કિશોરો ડૂબી ગયા હતા. SDRF ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત પરિસ્થિતિની ગંભીરતાને જોતા SDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. આ બનાવને પગલે આસપાસના લોકોના ભારે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. એક કિશોરનો આબાદ બચાવ આ દુર્ઘટનામાં ડૂબી ગયેલા બંને કિશોરો બગોદરાના જ સ્થાનિક રહેવાસી છે. જે પૈકી મહાવીરસિંહ ગંભુભાઈ ચૌહાણ નામના કિશોરને તરતા આવડતું હોવાને કારણે તેનો સમયસૂચકતાથી આબાદ બચાવ થઈ ગયો છે, જેનાથી પરિવાર અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. બીજા કિશોરની શોધખોળ ચાલુ જ્યારે બીજા કિશોર હર્ષરાજસિંહ વિજયસિંહ ચૌહાણ પાણીમાં લાપતા બન્યા છે. તેમની શોધખોળ કરવા માટે SDRFની ટીમ દ્વારા પાણીમાં સઘન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: Ahmedabad: કોચરબ આશ્રમ પાસે સ્પામાં આગ, 3 મહિલા સહિત 1 પુરુષનું રેસ્ક્યૂ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan