Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: ગૌચર દબાણની અરજીના નામે રૂ. 3.50 લાખની લાંચ લેતા કરશન સોલંકી રંગેહાથ ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
Ahmedabad: ગૌચર દબાણની અરજીના નામે રૂ. 3.50 લાખની લાંચ લેતા કરશન સોલંકી રંગેહાથ ઝડપાયો
જૂનાગઢ શહેરના લીમડા ચોક વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે સફળ છટકું ગોઠવીને રૂ. 3,50,000 ની મોટી રકમની લાંચ સ્વીકારતાં એક ખાનગી વ્યક્તિને રફૂચક્કર થાય તે પહેલાં જ રંગેહાથ ઝડપી પાડ્યો છે. જૂનાગઢમાં ACBની કાર્યવાહી ઘટનાની વિગત એવી છે કે, આરોપી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી (ઉ.વ. 54, રહે. વૃંદાવન નગર સોસાયટી, મધુરમ બાયપાસ, જૂનાગઢ) નામના ઇસમે ફરિયાદીના ભત્રીજા વિરૂદ્ધ ગૌચરની જમીનમાં દબાણ કર્યા અંગેની અરજી તાલુકા વિકાસ અધિકારી (TDO) કચેરીમાં કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા તેમજ તલાટી કે TDO કચેરી તરફથી દબાણ અંગે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય તેવી બાંહેધરી આપીને આરોપીએ ફરિયાદી પાસે રૂ. 5,25,000ની લાંચ પેટે માગણી કરી હતી. ACBએ લીમડા ચોકમાં ગોઠવ્યું છટકું આરોપીએ અગાઉ ફરિયાદી પાસેથી કટકે કટકે પ્રથમ રૂ. 25,000/- અને ત્યારબાદ રૂ. 1,50,000/- મેળવી લીધા હતા. તેમ છતાં, બાકી રહેતી રૂ. 3,50,000/- ની રકમ મેળવવા માટે આરોપી સતત વાયદો કરી દબાણ કરી રહ્યો હતો. આ અંગે નાણાં આપવા ન માગતા જાગૃત નાગરિકે તાત્કાલિક જૂનાગઢ ACBનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. ગૌચર દબાણની અરજીના નામે લાંચ ફરિયાદના આધારે ACBની ટીમે આજે તા. 22/09/2026ના રોજ લીમડા ચોક, દિવાન ચોકની બાજુમાં જાહેર રોડ ઉપર લાંચના છટકાનું આયોજન કર્યું હતું. ફરિયાદી પાસેથી આરોપી કરશન સોલંકીએ જેવા રૂ.3,50,000/- સ્વીકાર્યા કે તરત જ વોચમાં રહેલી ACBની ટીમે તેને રંગેહાથ પકડી પાડી સમગ્ર રકમ રિકવર કરી લીધી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: Gandhinagar: ગૃહ વિભાગે નાણાકીય સત્તાઓનું કર્યું વિકેન્દ્રીકરણ; SP અને રેન્જ IG રૂ. 2 કરોડ સુધીની ખરીદી કરી શકશે
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan