crime
આમાં કેવી રીતે ભણશે ગુજરાત? જર્જરિત શાળાનો વીડિયો વાયરલ થતાં તંત્ર થયું દોડતું
મેંદરડા તાલુકાના અંતરિયાળ રાણીધાર ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની જર્જરિત સ્થિતિનો વીડિયો સામે આવ્યા બાદ શિક્ષણ વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે. ધોરણ 1થી 5 સુધીના વર્ગો ધરાવતી આ શાળામાં હાલ કુલ 9 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે અને બે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જર્જરિત અને ભયજનક બનેલા એક વર્ગખંડને તંત્ર દ્વારા ડિમોલિશન કરીને પાડી દેવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓ માટે હાલ માત્ર એક જ રૂમ ઉપયોગમાં છે. ચોમાસા દરમિયાન શાળાના એકમાત્ર ઉપયોગી રૂમની છતમાંથી પણ પાણી ટપકતું હોવાની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં નાના બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવો કેટલો સુરક્ષિત છે, તે અંગે ગ્રામજનો દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
Read full article on News18 Gujarati