Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

મોરબીમાં સ્ટોક માર્કેટના નામે રૂ.85.25 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા:મહેસાણા ગેંગના 3 સાગરીતો પકડાયા, સાયબર ક્રાઇમે રૂ.61 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
મોરબીમાં સ્ટોક માર્કેટના નામે રૂ.85.25 લાખની ઠગાઈ કરનાર ઝડપાયા:મહેસાણા ગેંગના 3 સાગરીતો પકડાયા, સાયબર ક્રાઇમે રૂ.61 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
મોરબીના એક વેપારી સાથે સ્ટોક માર્કેટમાં રોકાણના નામે થયેલી રૂ. 85.25 લાખની મોટો સાયબર છેતરપિંડીના કેસનો મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના દિવસોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં મહેસાણા જિલ્લાની ગેંગના ત્રણ સાયબર ઠગોની ધરપકડ કરી છે અને રૂ. 61 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં મોટી સફળતા મેળવી છે. આકર્ષક સ્કીમ અને રૂ. 85.25 લાખની ઠગાઈ સાયબર ઠગોએ ફરિયાદીના પુત્રનો સંપર્ક કરી સ્ટોક માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી વિશ્વાસ કેળવ્યો હતો. તેમની વાતોમાં આવી જઈ ફરિયાદીના પુત્રએ મે અને જૂન 2025 દરમિયાન બેંક એકાઉન્ટ તેમજ આંગડિયા પેઢી મારફતે તબક્કાવાર કુલ રૂ. 85,25,950 ટ્રાન્સફર કરી દીધા હતા. સાયબર હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક ફરિયાદ નાણાં ટ્રાન્સફર થયા બાદ છેતરપિંડીનો અહેસાસ થતાં પીડિતે વિલંબ કર્યા વગર સરકારની સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ત્વરિત કૉલના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મહેસાણા ખાતે દરોડો અને આરોપીઓની અટકાયત ટેકનિકલ એનાલિસિસ અને માનવ સ્રોત (હ્યુમન ઇન્ટેલિજન્સ)ની મદદથી મોરબી સાયબર ટીમે આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ઠગાઈ આચરનાર ગેંગ મહેસાણા જિલ્લાની હોવાનું ખૂલતાં પોલીસે મહેસાણામાં દરોડો પાડી નીચે મુજબના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા: રૂ. 61 લાખનો મુદ્દામાલ રિકવર ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી પોલીસે કુલ રૂ. 61 લાખનો મુદ્દામાલ/રકમ રિકવર કરી લીધી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગેંગ દ્વારા અન્ય કોઈ ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan