top
આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે 738 કરોડોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ:રૂ.738.09 કરોડના 79 વિકાસકામોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત, રૂ.33 કરોડના ખર્ચે બનેલી નવી કલેક્ટર કચેરીનું કરશે લોકાર્પણ, મનપાના રૂ. 621.63 કરોડના 30 કામો
માલેશ્રી નદી પર બ્રિજ, સિવિક સેન્ટર અને લાઈબ્રેરી, વોટર પ્રોજેક્ટ્સ અને PM આવાસ યોજના સહિતના અનેક વિકાસના કામો ને વેગ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે ભાવનગરની એક દિવસની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે તેના વરદ હસ્તે જિલ્લાના જુદા જુદા રૂ. 738.09 કરોડના કુલ 79 વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રૂ. 33 કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું લોકાર્પણ, ભાવનગર મહાનગરપાલિકાના રૂ.621.63 કરોડના કામો, માર્ગ અને મકાન વિભાગના કામો તેમજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીના વિવિધ કામોનો સમાવેશ થાય છે, ભાવનગર શહેરમાં આવતીકાલે તા.25 ને શુક્રવારના રોજ મુખ્યમંત્રી નવી 33 કરોડ ના ખર્ચે બનેલી જિલ્લા કલેકટર કચેરીનું લોકાર્પણ કરશે, તેમજ આ ઉપરાંત શહેરના સરદારનગર ખાતે આવેલ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મહાપાલિકાના 621.63 કરોડના 30 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે, જેમાં 26 કામ ખાતમુહૂર્ત અને 4 કામ લોકાર્પણના કરશે, તેમજ કાર્યક્રમમાં શહેરના જુદા જુદા વોર્ડમાં પેવર રોડ, આરસીસી રોડ, પેવર બ્લોક, અધેવાડા ટીપી સ્કીમ નં.7 એફ.પી. ન.61 માં સિવિક સેન્ટર બનાવવાનું કામ, અધેવાડા ટીપી સ્કીમ નો નં.10, એફપી નં.33 માં રીડિંગ લાઇબ્રેરી બનાવવાનું કામ, આણંદનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં સિવિક સેન્ટર બનાવવાનું કામ, અધેવાડા ગામ પાસે માલેશ્રી નદી પર માઇનોર બ્રિજ બનાવવાનું કામ, ઘોઘાસર્કલ અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર ફોરલેન બ્રિજ બનાવવાનું કામ સહિતના કામોનો સમાવેશ થાય છે, મહાપાલિકાના 4 કામના લોકાર્પણ છે, જેમાં રુવા ટીપીએસ માં ઈએસઆર તથા એસયુએમપી બનાવવાનું કામ, આનંદનગરમાં ઈએસઆર તથા એસયુએમપી બનાવવાનું કામ, તેમજ આનંદનગર ઈએસઆર આધારિત નેટવર્ક અપગ્રેડેશન કરવાનું કામ, 2489 EWS-1 પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ટીપી સ્કીમ ન.3 રુવા ફાળવણી પ્લોટ નં.98 ખાતે 105 આવાસ ના બાંધકામ વગેરે કામોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત તેમજ માર્ગ અને મકાન વિભાગ રાજ્યના 13.19 કરોડના ખર્ચે નિર્મિત કામનું લોકાર્પણ, તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના રૂપિયા 57.03 કરોડના 46 કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા પ્રાદેશિક કમિશનર નગરપાલિકાની કચેરીના 13.24 કરોડના કામના ખાતમુહૂર્ત કરશે, આમ, ભાવનગર જિલ્લાના કુલ 79 કામો ના રૂ.738.09 કરોડ ના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે...
Read full article on Divya Bhaskar