crime
ગોધરાના રસુલપુર ગામે વાનરે વૃદ્ધ પર હુમલો કર્યો:70 વર્ષીય વૃદ્ધના હાથ, પગ અને ગુપ્તાંગના ભાગે બચકાં ભર્યા
ગોધરા તાલુકાના રસુલપુર ગામે એક વાનરે 70 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો છે. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે. રસુલપુર ગામમાં ઉદેસિંહ રાઠોડ નામના 70 વર્ષીય વૃદ્ધ પોતાના ઘરના વાડામાં નહાવા બેઠા હતા. ત્યારે અચાનક એક વાનરે તેમના પર આક્રમક હુમલો કર્યો. વાનરે વૃદ્ધના હાથ, પગ અને ગુપ્તાંગના ભાગે બચકાં ભર્યા હતા, જેનાથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. વૃદ્ધની બૂમો સાંભળીને આસપાસના લોકો તરત દોડી આવ્યા. લોહીલુહાણ હાલતમાં ઉદેસિંહ રાઠોડને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ વાનરના હુમલાને કારણે ગામમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે આ હિંસક વાનરને જલ્દી પકડી પાંજરે પૂરે, જેથી લોકોનો ડર દૂર થાય.
Read full article on Divya Bhaskar