Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

5 હજારથી 30 હજાર ભરણપોષણ કરવાની પત્નીની અરજી હાઈકોર્ટે ફગાવી:કોર્ટે કહ્યું- પતિ પર માતા-પિતાની જવાબદારી, પત્ની કમાઈ શકે તેમ છે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 24, 2026 👁 1 views
5 હજારથી 30 હજાર ભરણપોષણ કરવાની પત્નીની અરજી હાઈકોર્ટે ફગાવી:કોર્ટે કહ્યું- પતિ પર માતા-પિતાની જવાબદારી, પત્ની કમાઈ શકે તેમ છે
ગુજરાત હાઇકોર્ટમાં એક પત્ની દ્વારા જૂનાગઢ ફેમિલી કોર્ટના હુકમ સામે અરજી દાખલ કરવામાં આવી હતી. જૂનાગઢ ફેમિલી કોર્ટે પત્નીને દર મહિને 5 હજાર રૂપિયા માસિક ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. જેને વધારીને 30 હજાર રૂપિયા માસિક ભરણપોષણ કરવાની માંગ પત્નીએ કરી હતી. જોકે પત્નીની આ અરજી હાઇકોર્ટે ફગાવી નાખી છે. માત્ર 4 મહિના સાથે રહ્યા બાદ મતભેદ કેસની વિગત મુજબ પતિ અને પત્નીના લગ્ન 1 ફેબ્રુઆરી, 2020ના રોજ જૂનાગઢ ખાતે થયા હતા. થોડા સમય સાથે રહ્યા બાદ બંને વચ્ચે મતભેદો ઊભા થતાં 28 મે, 2020થી તેઓ અલગ રહે છે. જૂનાગઢની ફેમિલી કોર્ટે અરજીના આધારે પત્નીને માસિક 05 હજાર રૂપિયાનું ભરણપોષણ આપવાનો આદેશ કર્યો હતો. પતિ સોફ્ટવેર એન્જિનિયર હોવાથી ₹5 હજારની રકમ અપૂરતી છે જ્યારે પત્નીએ ભરણપોષણની રકમ વધારીને 30 હજાર રૂપિયા પ્રતિ માસ કરવા માટે હાઇકોર્ટમાં આ અરજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેનો પતિ સોફ્ટવેર એન્જિનિયર છે અને માસિક 50 હજાર રૂપિયાનો પગાર મેળવે છે. તેની પાસે વાહનો અને બેંક બેલેન્સ છે, જેથી ફેમિલી કોર્ટે મંજૂર કરેલી 05 હજારની રકમ અપૂરતી છે. મારા પર દિવ્યાંગ ભાઈ-બહેન અને લોનની જવાબદારી જ્યારે પતિએ કોર્ટમાં હાજર રહીને રજૂઆત કરી હતી કે પત્ની ઉચ્ચ શૈક્ષણિક લાયકાત B.Com અને PGDCA ધરાવે છે અને કમાવવા માટે સક્ષમ છે. પતિની માસિક આવક આશરે 47 હજાર રૂપિયા છે, પરંતુ તેના પર ઘરની લોનના હપ્તા ચૂકવવાની જવાબદારી છે. તેના પરિવારમાં વૃદ્ધ માતા-પિતા, શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ ભાઈ-બહેનોની સંપૂર્ણ જવાબદારી તેના શિરે છે. ફેમિલી કોર્ટના નિર્ણયમાં કોઈ ગેરકાયદેસરતા નથી હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ આપતાં સ્પષ્ટ કર્યું હતું કે રિવિઝનલ કોર્ટનું અધિકારક્ષેત્ર મર્યાદિત છે. ફેમિલી કોર્ટના નિર્ણયમાં જો કોઈ મોટી ગેરકાયદેસરતા કે તાર્કિક ભૂલ ન હોય ત્યાં સુધી હાઇકોર્ટે તેમાં દખલગીરી કરવી જોઈએ નહીં. ટ્રાયલ કોર્ટે પતિની આવકની સાથે તેના પર રહેલી કુટુંબની મોટી જવાબદારીઓને યોગ્ય રીતે ધ્યાને લીધી છે. જૂનાગઢ ફેમિલી કોર્ટનો ₹5000 ભરણપોષણનો આદેશ યથાવત ફેમિલી કોર્ટે એ પણ નોંધ્યું છે કે પત્ની ઉચ્ચ શિક્ષિત છે અને કમાવવાની ક્ષમતા ધરાવે છે તેમજ પોતાના માતા-પિતા સાથે રહે છે. આમ હાઇકોર્ટે ફેમિલી કોર્ટ, જૂનાગઢના માસિક 05 હજારના ભરણપોષણના આદેશને યોગ્ય અને વ્યાજબી ઠેરવી પત્નીની રિવિઝન અરજી નકારી કાઢી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan