crime
સુરત રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીની આશંકાએ હત્યા:પ્લેટફોર્મ નં-4 પર જ માથા સહિતના ભાગે માર મારતા આધેડનું મોત, સ્ટોલ સંચાલક મિત્રની ધરપકડ
સુરત રેલવે સ્ટેશન પર મોબાઇલ ચોરીની શંકામાં એક આધેડને માર મારી મોતને ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ નંબર-4ના ઉત્તર છેડા પાસેથી બે દિવસ અગાઉ આધેડની લાશ મળી આવ્યા બાદ રેલવે પોલીસે અકરમાતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં આધેડનું મોત માર મારવાથી થયેલી ગંભીર ઇજાઓના કારણે થયું હોવાનું બહાર આવતાં પોલીસે હત્યાના એંગલ તરફ તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી હતી. 28 ઓક્ટોબરે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-4 પરથી લાશ મળી સુરત શહેરના ડિંડોલી ખાતે આવેલા શિવદયા બંગલોમાં રહેતા નીતિન ઉમેદલાલ ઠક્કર (ઉં.વ.47) તા.28 ઓક્ટોબરના રોજ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4ના ઉત્તર છેડા પાસે કોઈ કારણસર મરણ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. યુવકને ઢોર માર મારતા તેનું મોત થયું બીજી બાજુ સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ દરમિયાન નીતિન ઠક્કરને સખત માર મારવામાં આવ્યો હોવાના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. જેથી રેલવે પોલીસે હત્યાના એંગલથી તપાસ શરૂ કરી હતી. સ્ટેશન પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતાં પોલીસને મહત્વની કડીઓ મળી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી આકાશની ધરપકડ કરી વધુ પૂછપરછ પશ્વિમ રેલ્વેના Dy SP ડી. એચ. ગૌરે જણાવ્યું હતું કે, ઝડપાયેલા આરોપી આકાશ રહ્યું દાયમાની રેલવે સ્ટેશન પર નાસ્તાનો સ્ટોલ ચલાવે છે. તેનો મોબાઈલ ફોન ગાયબ થઈ ગયો હતો. આ મોબાઈલ નીતિન ઠક્કરે ચોરી કર્યો હોવાની તેને શંકા હતી. આ શંકાના આધારે આકાશે નીતિન ઠક્કરને માર માર્યો હતો. મારામારીમાં નીતિનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજયું હતું. રેલવે પોલીસે હત્યાના ગુનામાં આરોપી આકાશની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar