Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

'નગરપાલિકા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છે, માણસો પ્રત્યે નહીં':રાધનપુરમાં માંસની દુકાનો 4 મહિના બંધ કરાવવાના ફરમાન પર હાઇકોર્ટની ટકોર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
'નગરપાલિકા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છે, માણસો પ્રત્યે નહીં':રાધનપુરમાં માંસની દુકાનો 4 મહિના બંધ કરાવવાના ફરમાન પર હાઇકોર્ટની ટકોર
ગુજરાત હાઇકોર્ટમાં પાટણથી વિવિધ અરજદારો દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કતલખાના ચલાવતા લોકો અને માંસનું વેચાણ કરતા દુકાનદારોનો સમાવેશ થાય છે. આ અરજી રાધનપુર નગરપાલિકા સામે કરવામાં આવી હતી. જેમાં અરજદારોએ જણાવ્યું હતું કે 30 જેટલા લોકોને 4 મહિના દુકાનો બંધ રાખવા નગરપાલિકા આદેશ કર્યો છે. કારણ કે તે વિસ્તારમાં જૈન ધર્મના કોઈ ધાર્મિક મુનિ આવવાના હતા અને જૈનો તેમના દર્શનાર્થે આવવાના હતા. ‘ખાવાની ટેવ અન્ય પર થોપી ન શકાય, દુકાનો બંધ રહેવાનું વળતર આપશો?’ જેથી હાઇકોર્ટે રાધનપુર નગરપાલિકાને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પર્યુષણ પર્વ પૂરતી માંસની દુકાનો બંધ કરાવી શકાય પરંતુ, 30 લોકોને 4 મહિના રોજીથી કેવી રીતે દૂર રાખી શકાય ? લોકોને ખાવાની ટેવ પ્રત્યે ગમો કે અણગમો હોય પરંતુ, તેને બીજા લોકો ઉપર થોપી શકાય નહીં. જેટલા દિવસો દુકાન બંધ થઈ છે તેનું નુકશાન નગરપાલિકા આપશે ? કાલે તમે કહેશો કે કોઈ એક મહિનામાં આવા રંગના જ કપડા પહેરો ! ચીફ ઓફિસર જણાવે કે કયા કાયદા હેઠળ તેઓએ દુકાનો બંધ કરાવી? કોર્ટે કહ્યું- ‘તમે પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છો, માણસો માટે નહીં’ આજે રાધનપુર નગરપાલિકા દ્વારા કોર્ટ સમક્ષ બધી દુકાનો ખુલી હોવાના ફોટા અને પંચ રોજકામ મુકાયું હતું. ત્યારે અરજદારે જણાવ્યું હતું કે તેઓને વળતર કોણ આપશે ? અરજદાર જાણે છે કે દુકાનો કેમ ખુલી ! હાઈકોર્ટે પણ હળવી ટિપ્પણી કરી હતી કે, રાધનપુર નગરપાલિકા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ છે પણ માણસો માટે નહીં. 17 ઓગસ્ટે ચીફ ઓફિસરે 4 મહિના કતલખાના બંધ રાખવાનો આદેશ કર્યો હતો મૂળ પર્યુષણ પર્વ અને જૈન મુનિના આગમનને ધ્યાને રાખીને 17 ઓગસ્ટ, 2026ના રોજ રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે માંસની દુકાનો અને કતલખાના 4 મહિના બંધ રાખવા હુકમ કર્યો હતો. જેને અરજદારોએ હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો. અરજદારો પાસે fssaiના લાયસન્સ હોવાનું પણ જણાવ્યું હતું. જૈન સંતો અને દર્શને આવનાર જૈનોની ભાવનાઓ ના દુભાય તે માટે 4 મહિના કતલખાના બંધ રાખવા આદેશ હતો. બંધારણીય હકોના ભંગની ટકોર બાદ તંત્ર પીછેહઠ જોકે, કોર્ટે તેને અરજદારોના બંધારણીય હકોનો ભંગ ગણાવ્યો હતો. સાથે જ 4 મહિનાનો પ્રતિબંધ મુકવાની ચીફ ઓફિસરના હુકમને રિઝનેબલ ગણાવ્યો નહોતો, પર્યુષણ પૂરતું તે ઠીક છે. જો કે રાધનપુર નગરપાલિકાએ કોર્ટમાં કહ્યું છે કે દુકાનદારોને આ સંબંધે દુકાન બંધ કરવા નોટિસ નહીં અપાય કે કોઈ નકારાત્મક પગલાં પણ નહીં લેવાય. આ સાથે જ આ અરજી પરત ખેંચવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan