Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાજકોટ-દિલ્હીની ફ્લાઈટમાં ટેકનીકલ ખામી:મુસાફરોને બેસાડ્યા બાદ નીચે ઉતારી દેવાતા રોષ, કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરોને મુંબઈથી દિલ્હી મોકલાયા, ફ્લાઇટ 3:30 કલાક મોડી ઉપડી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
રાજકોટ-દિલ્હીની ફ્લાઈટમાં ટેકનીકલ ખામી:મુસાફરોને બેસાડ્યા બાદ નીચે ઉતારી દેવાતા રોષ, કનેક્ટિંગ ફ્લાઇટવાળા મુસાફરોને મુંબઈથી દિલ્હી મોકલાયા, ફ્લાઇટ 3:30 કલાક મોડી ઉપડી
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે 7:55 કલાકે લેન્ડ થયેલી ઈન્ડિગોની દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટમાં 140 મુસાફરોને બેસાડ્યા બાદ પાયલોટને ટેકનિકલ ખામી ધ્યાને આવતા તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દેવાયા હતા. આ અચાનક નિર્ણયથી મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો અને કનેક્ટિંગ ફ્લાઈટ વાળા પ્રવાસીઓએ હોબાળો મચાવતા તેમને મુંબઈ થઈ દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી, જ્યારે કેટલાક મુસાફરો ટેક્સી કરીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. ટેકનિકલ ટીમે આશરે એકાદ કલાકમાં રિપેરિંગ કામ પૂર્ણ કરી ઓકે રિપોર્ટ આપતા મુસાફરોને ફરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા અને ફ્લાઈટ સવારે 11:30 કલાકે રવાના થઈ હતી, જેના કારણે દિલ્હી જનારા મુસાફરો નિર્ધારિત સમય કરતા 3:30 કલાક મોડા પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નિર્ધારિત સમયે રાજકોટ લેન્ડ થયેલી ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટમાં તમામ પ્રવાસીઓને બેસાડી દીધા બાદ યાંત્રિક ગડબડ સામે આવી હતી. પાયલોટના ધ્યાને આ ખામી આવતા જ સુરક્ષાના કારણોસર મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે એરપોર્ટ પર પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિમાનમાંથી અચાનક નીચે ઉતારી દેવાતા મુસાફરોમાં અસંતોષ વ્યાપી ગયો હતો. ખાસ કરીને જે મુસાફરોને દિલ્હીથી આગળ અન્ય સ્થળો માટે કનેક્ટિંગ ફ્લાઈટ પકડવાની હતી, તેમણે એરપોર્ટ પર ઉગ્ર વિરોધ નોંધાવી તાત્કાલિક બીજી ફ્લાઈટની માંગ સાથે હોબાળો કર્યો હતો. આ સ્થિતિને પહોંચી વળવા માટે એરલાઈન તંત્રે કનેક્ટિંગ ફ્લાઈટ વાળા મુસાફરોને મુંબઈની ફ્લાઈટમાં બેસાડી ત્યાંથી દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરી હતી, જ્યારે કેટલાક મુસાફરો પોતે ટેક્સી કરીને અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. આ ફ્લાઈટમાં કુલ 140 મુસાફરો સવાર હતા. ઈન્ડીગો એરલાઈન્સ દ્વારા યાંત્રિક ક્ષતિ દૂર કરવા માટે ટેકનિકલ ટીમની મદદ લેવામાં આવી હતી. એન્જિનિયરોની ટીમે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ શરૂ કર્યું હતું અને મુસાફરોને ધીરજ રાખવા અપીલ કરી સવારે 11.00 કલાકે ટેક ઓફ થવાની સંભાવના દર્શાવી હતી. જોકે આશરે બે કલાકના સમારકામ બાદ તમામ ખામીઓ દૂર થતાં વિમાનને ટેક ઓફ માટે ઓકે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. તમામ યાંત્રિક ખામીઓ સુધારાયા બાદ મુસાફરોને ફરીથી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ફ્લાઈટ આખરે સવારે 11:30 કલાકે દિલ્હી જવા માટે રવાના થઈ હતી. અને વિમાને સફળતાપૂર્વક ઉડાન ભરતા જ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, યાંત્રિક ખામીના કારણે દિલ્હી જનારા તમામ પ્રવાસીઓ પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત સમય કરતાં અંદાજે 3:30 કલાક મોડા પહોંચ્યા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan