Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

મહેસાણાના શિવાલા સર્કલ પાસે હિટ એન્ડ રન:મોટરસાઈકલ સવાર 31 વર્ષીય સાઈટ એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 27, 2026 👁 1 views
મહેસાણાના શિવાલા સર્કલ પાસે હિટ એન્ડ રન:મોટરસાઈકલ સવાર 31 વર્ષીય સાઈટ એન્જિનિયરનું કમકમાટીભર્યું મોત
મહેસાણાથી અમદાવાદ હાઈવે પર શિવાલા સર્કલ પાસે આવેલ કિયા શો-રૂમ સામે હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. મેવડ ટોલટેક્સ પાસે સાઈડ એન્જિનિયર તરીકે નોકરી કરતા 31 વર્ષીય ભાર્ગવભાઈ સોલંકી નાઈટ શિફ્ટમાં બાઈક લઈને નોકરી પર જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમની મોટરસાઈકલને જોરદાર ટક્કર મારતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાઈડ એન્જિનિયર રાત્રે 11 વાગ્યે નોકરી જવા નીકળ્યો મહેસાણાની નીલકંઠ કોમ્પ્લેક્સ સોસાયટીમાં રહેતા અને મેવડ ટોલટેક્સ પાસે સાઈડ એન્જિનિયર તરીકે કામ કરતા ભાર્ગવભાઈ અશોકભાઈ સોલંકી ગઈકાલે રાત્રે પોણા અગિયારેક વાગ્યે પોતાની મોટરસાઈકલ (GJ 18 DJ 2267) લઈને ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન રાત્રે પોણા બારેકના અરસામાં શિવાલા સર્કલ સામે કોઈ અજાણ્યા વાહને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી તેમની બાઈકને અડફેટે લીધી હતી. શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાથી મોત આ અકસ્માતમાં ભાર્ગવભાઈને માથા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. આ મામલે મૃતકના પિતા અશોકભાઈ સોલંકીની ફરિયાદના આધારે મહેસાણા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતદેહને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પરિવારને સોંપ્યો હતો અને ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan