Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

30 વર્ષની ગેરંટીવાળો 11 કરોડનો રોડ 2 વર્ષમાં ફાટી ગયો:સુરતના પાલનપુરમાં 'અધિકારીઓ-કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરીને જનતા સાથે દગો કર્યો', મનપા સામે ઉગ્ર જનાક્રોશ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
30 વર્ષની ગેરંટીવાળો 11 કરોડનો રોડ 2 વર્ષમાં ફાટી ગયો:સુરતના પાલનપુરમાં 'અધિકારીઓ-કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરીને જનતા સાથે દગો કર્યો', મનપા સામે ઉગ્ર જનાક્રોશ
સુરતના પાલનપુર વિસ્તારમાં ગૌરવ પથને જોડતો અંદાજે ₹11 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો 800 મીટરનો નવનિર્મિત આરસીસી રોડ માત્ર બે જ વર્ષના ટૂંકા ગાળામાં ઠેર-ઠેરથી ફાટી જતાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે આ રોડ હજુ ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (DLP) હેઠળ હોવા છતાં, વચ્ચેથી મોટા પાયે તિરાડો પડી ગઈ છે રોડ પર પડેલી આ મોટી ક્રેક્સમાંથી ચોમાસાનું વરસાદી પાણી સીધું અંદર સોઇલ (જમીન) સુધી ઉતરી રહ્યું છે, જેને કારણે રસ્તો વધુ બેસી જવાની અને તૂટવાની શક્યતા છે. આટલી ગંભીર સ્થિતિ છતાં પાલિકા તંત્ર દ્વારા તેનું કોઈ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે આ સમગ્ર મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે પાલિકા કમિશનરને લેખિતમાં ફરિયાદ કરીને તાકીદે તપાસ અને કાર્યવાહીની માંગ કરી છે. 'અધિકારીઓ-કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરીને જનતા સાથે દગો કર્યો' સામાજિક કાર્યકર્તા મહેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ ઉપર આવેલા આરસીસી રોડ પર ઊભા છીએ. આ રોડ 30 વર્ષની ગેરંટી સાથે કરોડોના ખર્ચે તાજો બનેલો છે. હજુ માંડ બે વર્ષ થયા છે અને 28 વર્ષ બાકી છે, ત્યાં તો આખો રસ્તો વચ્ચેથી ફાટી ગયો છે. જો કરોડોના આરસીસી રોડની આ જ હાલત થવાની હોય તો એના કરતાં ડામરનો સસ્તો રોડ બનાવ્યો હોત તો વધુ સારો પડત. અધિકારીઓ એસી ઓફિસમાં બેસીને માત્ર સહીઓ જ કરે છે અને કોન્ટ્રાક્ટરના કામ પર કોઈ દેખરેખ રાખતા નથી. સુરતની પ્રજાના ટેક્સના પૈસામાંથી પગાર મેળવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરીને જનતા સાથે દગો કર્યો છે. જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બંને સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. અગાઉ પણ તિરાડોની રજૂઆત છતાં ઉકેલ નહીં મહેશ પટેલે વધુમાં જણાવ્યું કે આ રોડ અંગે અગાઉ પણ તિરાડો પડી હોવાની રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્રએ આ જૂનું છે કહીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જીપીએસ કેમેરાથી ફોટા પાડીને કમિશનરને મોકલવામાં આવ્યા છે. લોકોની માગ છે કે સરકારી નાણાંનો વેડફાટ અટકાવીને જવાબદાર ઇજનેરો અને એજન્સી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan