Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

તાપીમાં કિસાન ઉત્સવ, એકતા દિવસની ઉજવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત:30મીએ 53 સ્થળોએ PM કિસાન ઉત્સવ, 31મીએ રન ફોર યુનિટી અને એકતા પરેડ યોજાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 29, 2026 👁 1 views
તાપીમાં કિસાન ઉત્સવ, એકતા દિવસની ઉજવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત:30મીએ 53 સ્થળોએ PM કિસાન ઉત્સવ, 31મીએ રન ફોર યુનિટી અને એકતા પરેડ યોજાશે
તાપી જિલ્લામાં 30 અને 31 ઓક્ટોબરના રોજ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ બંને કાર્યક્રમોની તૈયારીઓ અને આયોજન અંગે જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પોલીસ વડા જે.એન. દેસાઈની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 30મીએ તાપી જિલ્લામાં 53 સ્થળોએ PM કિસાન ઉત્સવ 30 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોને અર્પણ કરશે. આ નિમિત્તે તાપી જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીના અધ્યક્ષસ્થાને યોજાશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, ધારાસભ્યો સહિતના જનપ્રતિનિધિઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયતની 26 બેઠકો હેઠળ બે-બે ગામોમાં ગ્રામ્ય કાર્યક્રમો યોજાશે. આ રીતે 52 ગ્રામ્ય કાર્યક્રમો અને એક મુખ્ય કાર્યક્રમ મળીને જિલ્લામાં કુલ 53 સ્થળોએ વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 31મીએ ‘રન ફોર યુનિટી’ દોડ યોજાશે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે સવારે 6:30 કલાકે વ્યારાના જિલ્લા સેવાસદનથી સયાજી ગ્રાઉન્ડ સુધી બે કિલોમીટરની ‘રન ફોર યુનિટી’ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં પોલીસ વિભાગ, વન વિભાગ, યુવાનો અને નગરજનો ભાગ લેશે. વ્યારા અને સોનગઢમાં એકતા પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો 31 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારો સહિત ગ્રામ્ય કક્ષાએ એકતા પરેડ રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમો દરમિયાન નાગરિકો નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળી શકશે. કાર્યક્રમોમાં અડચણ ઊભી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી બંને દિવસના કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ખેડૂતો અને નાગરિકોને કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે કોઈ વ્યક્તિ કે સમૂહ દ્વારા કાર્યક્રમોમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan