Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે? SBI અને PNB એ આપ્યું એલર્ટ, તરત પતાવો આ કામ

📰 Abp News 🕐 1 min read 📅 September 22, 2026 👁 1 views
26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે? SBI અને PNB એ આપ્યું એલર્ટ, તરત પતાવો આ કામ

bank strike September: જો તમે સપ્ટેમ્બર મહિનાના અંતમાં બેંકને લગતા કોઈ મહત્વપૂર્ણ કામનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. તમારી મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે, કારણ કે આગામી 26 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી સતત 5 દિવસ માટે બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ શકે તેવી સંભાવના છે. બેંક કર્મચારીઓના યુનિયન દ્વારા પ્રસ્તાવિત હડતાળ અને તે પહેલાં આવતી સળંગ રજાઓને કારણે દેશભરમાં અનેક મહત્વની બેંકિંગ સેવાઓ પ્રભાવિત થશે. આ બાબતને ગંભીરતાથી લઈને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) જેવી મોટી બેંકોએ તેમના ગ્રાહકો માટે ખાસ એડવાઇઝરી જારી કરી છે.

શા માટે 5 દિવસ બંધ રહેશે બેંકો?

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) અને તેની સાથે જોડાયેલી સંલગ્ન સંસ્થાઓએ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે 28 થી 30 સપ્ટેમ્બર સુધી સતત 3 દિવસની દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. આ હડતાળ પહેલાં 26 સપ્ટેમ્બરના રોજ મહિનાનો 4 થો શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે. ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ રવિવારની સાપ્તાહિક રજા આવે છે. આમ, શનિવાર અને રવિવારની રજાઓ પછી તરત જ 3 દિવસની હડતાળ શરૂ થતી હોવાથી, 26 થી 30 સપ્ટેમ્બર સુધી સળંગ બેંકોમાં કામકાજ થઈ શકશે નહીં.

ગ્રાહકો માટે PNB અને SBI ની ખાસ સલાહ

આગામી હડતાળને પગલે પંજાબ નેશનલ બેંકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગ્રાહકો જોગ એક ખાસ સલાહ જારી કરી છે. બેંકે સ્પષ્ટપણે જણાવ્યું છે કે હડતાળના દિવસો દરમિયાન શાખા કક્ષાની સેવાઓ મોટા પાયે પ્રભાવિત થઈ શકે છે. આથી, ગ્રાહકોને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે તેઓ રોકડ જમા કરાવવા, રોકડ ઉપાડવા કે જરૂરી દસ્તાવેજો જમા કરાવવા જેવા આવશ્યક કાર્યો 25 સપ્ટેમ્બર સુધીમાં અચૂક પૂર્ણ કરી લે. બેંક લોકર ઓપરેટ કરવાનું હોય કે કોઈ અગત્યના દસ્તાવેજ પર સહી કરવાની હોય, તેવા કામ છેલ્લી ઘડી પર ન છોડવા સલાહ આપવામાં આવી છે. જોકે, ગ્રાહકોની સુવિધા માટે ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ જેવી ડિજિટલ સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રાખવાનો બેંકો દ્વારા પૂરો પ્રયાસ કરવામાં આવશે.

ચેક ક્લિયરન્સમાં વિલંબની શક્યતાથી વેપારીઓને ચિંતા

હડતાળની સૌથી મોટી અસર વ્યવસાયિક લેવડદેવડ પર પડી શકે છે. જે વેપારીઓ મોટાભાગે ચેક દ્વારા નાણાકીય વ્યવહાર કરે છે, તેમને ભારે તણાવનો સામનો કરવો પડી શકે છે. મહિનાના અંતે સપ્લાયરોને ઇશ્યૂ કરાયેલા ચેકનું ક્લિયરન્સ અટકી જવાથી પેમેન્ટમાં મોટો વિલંબ થઈ શકે છે, જેની સીધી અસર વેપારના અન્ય વ્યવહારો પર પડશે. તેમ છતાં, સરકારે બેંકોને સંભવિત હડતાળ દરમિયાન કેટલીક અતિ આવશ્યક સેવાઓ જાળવી રાખવા માટે અપીલ કરી છે, જેથી સામાન્ય વ્યવહાર સંપૂર્ણપણે ઠપ ન થઈ જાય.

શું ATM માં પૂરતી રોકડ ઉપલબ્ધ રહેશે?

બેંક હડતાળના સમયે સામાન્ય જનતાના મનમાં સૌથી મોટો પ્રશ્ન રોકડની ઉપલબ્ધતા વિશે હોય છે. આ મામલે એક મોટી રાહત એ છે કે નાણા મંત્રાલયે તમામ બેંકોને કડક સૂચના આપી છે કે તેઓ હડતાળના દિવસો દરમિયાન તમામ ATM મશીનોમાં પૂરતા પ્રમાણમાં રોકડ ઉપલબ્ધ કરાવે. ગ્રાહકોને ઓછામાં ઓછી અસુવિધા પડે અને રોકડની તંગી ન સર્જાય તે સુનિશ્ચિત કરવા માટે બેંકો અગાઉથી જ ATM માં નાણાં લોડ કરવા પર વિશેષ ધ્યાન આપશે.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan