Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

સુરતમાં ‘વિવર્સ મહામંથન 2026’નું આયોજન:યાર્નના ભાવવધારા સામે 27મીએ સ્વેચ્છિક બંધનું એલાન, 30 દિવસમાં પેમેન્ટ નહિ મળે તો 1.5 ટકા વ્યાજ વસૂલાશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
સુરતમાં ‘વિવર્સ મહામંથન 2026’નું આયોજન:યાર્નના ભાવવધારા સામે 27મીએ સ્વેચ્છિક બંધનું એલાન, 30 દિવસમાં પેમેન્ટ નહિ મળે તો 1.5 ટકા વ્યાજ વસૂલાશે
સુરતના સંપાત બેંકેટ હોલ ખાતે ‘વિવર્સ મહામંથન 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્નના ભાવની અસ્થિરતા અને પેમેન્ટની બગડતી વ્યવસ્થા સામે સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરવાનો હતો. આ મહામંથનમાં રેપિયર, એરજેટ, વોટરજેટ, પાવરલૂમ્સ અને નીટીંગ ક્ષેત્રના આશરે 7 થી 8 હજાર જેટલા વીવર્સ એક મંચ પર એકઠા થયા હતા. વીવર્સને સમયસર પેમેન્ટ મળે અને બજારમાં પારદર્શિતા આવે તે માટે આ બેઠકમાં સર્વસંમતિથી કેટલાક કડક અને ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. યાર્નના ભાવવધારા સામે 27મીએ સ્વેચ્છિક બંધનું એલાન યાર્ન ડીલરો દ્વારા કરવામાં આવતા અસામાન્ય ભાવવધારા સામે વીવર્સે લડતનું શસ્ત્ર ઉગામ્યું છે. રેપિયર જેકાર્ડ વીવર એસોસિએશનના પ્રેસિડન્ટ માણિયાએ જણાવ્યું હતું કે, "અમારી આ મીટિંગની અંદર સ્વેચ્છાએ એક ડિસીઝન લેવાનું છે, 27 તારીખ અને રવિવારના રોજ યાર્નના અસામાન્ય વધારાના વિરોધમાં એક દિવસનું અમે બંધ પાડીશું. આખી સમસ્ત વીવીંગ સુરતની ઇન્ડસ્ટ્રી આ યાર્નના વધારામાં બંધ પાળવાનું ડિસીઝન લીધેલું છે. સર્વ અનુમતિથી અને સ્વેચ્છિક બંધનું એલાન છે આ." 30 દિવસની પેમેન્ટ સાયકલ અને 1.5 ટકા વ્યાજની વસૂલાત દિવાળીના તહેવાર સમયે પેમેન્ટનો ધારો બગડેલો હોવાથી આર્થિક સુરક્ષા માટે નવા નિયમો બનાવાયા છે. રેપિયર અને એરજેટ વીવર એસોસિએશનના હરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, "આજે અમે બધાએ સાથે મળી નિર્ણય કર્યો છે કે જેટલું જરૂર પૂરતું હોય એટલું જ યાર્ન પર્ચેઝ કરવું. અત્યારે બધાએ સર્વસંમતિથી 30 દિવસમાં યાર્ન અને ફેબ્રિકનું પેમેન્ટ લઈ લેવાનું નક્કી કર્યું છે. સાથે સાથે 30 દિવસ ઉપર 1.5 ટકા વ્યાજ જોડીને પેમેન્ટ લેવાનું રહેશે." પાર્ટી ડિફોલ્ટ અને ફ્રોડ બ્રોકરો સામે રજિસ્ટર્ડ સિસ્ટમ ટેક્સટાઇલ માર્કેટમાં પારદર્શિતા માટે અને છેતરપિંડીથી બચવા રેફરન્સ સિસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે. દિવાળીનો સમય નજીક છે ત્યારે ફ્રોડ પાર્ટી અને ફ્રોડ બ્રોકરો એક્ટિવ થઈ ગયા છે. આથી વીવર્સ દ્વારા બ્રોકરોની એક એપ્લિકેશન અને રજિસ્ટર્ડ બ્રોકરોનું લિસ્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. હવેથી તમામ વીવર્સ મિત્રો આ રજિસ્ટર્ડ બ્રોકરોની અંદર જ એડ થઈને તેમની સાથે જ વેપાર કરશે, જેથી કોઈ વેપારીના નાણાં ડૂબે નહીં અને સુરક્ષિત વ્યવસ્થા ઊભી કરી શકાય. ઓવરપ્રોડક્શન ઘટાડવા અને કોસ્ટિંગ મુજબ જ ઉત્પાદનનો નિર્ણય હાલના સમયમાં ઓવરપ્રોડક્શનની સમસ્યા પણ માર્કેટને નડી રહી છે. આ અંગે બેઠકમાં નક્કી કરાયું હતું કે અત્યારના યાર્નના રેટ પ્રમાણે કોસ્ટિંગ કાઢી અને જો પોસાય અને બે પૈસા મળે તો જ ફેબ્રિકનું પ્રોડક્શન કરવું. જો અંડર કોસ્ટ અથવા તો વીલ ટુ વીલ ફેબ્રિકનું પ્રોડક્શન કરવું પડે તો શક્ય હોય એટલું પ્રોડક્શન કાપવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ બાબતો પર સર્વસંમતિથી એક પ્લેટફોર્મ ઉપર સ્વયંભૂ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan