Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

રાજકોટનાં આજી-ન્યારીમાં નર્મદાનાં નીર બંધ!:સિંચાઇ વિભાગ દ્વારા કેનાલના રિપેરીંગનું કારણ આપી પાણી વિતરણ બંધ કરાયુ, 2-3 દિવસમાં સૌની યોજના અંતર્ગત પાણી શરૂ થવાની સંભાવના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 28, 2026 👁 1 views
રાજકોટનાં આજી-ન્યારીમાં નર્મદાનાં નીર બંધ!:સિંચાઇ વિભાગ દ્વારા કેનાલના રિપેરીંગનું કારણ આપી પાણી વિતરણ બંધ કરાયુ, 2-3 દિવસમાં સૌની યોજના અંતર્ગત પાણી શરૂ થવાની સંભાવના
રાજકોટમાં સપ્તાહ પહેલા નર્મદાલાઇનના મેઇટેનન્સને કારણે રાજકોટમાં સળંગ 6 દિવસનો પાણીકાપ મુકાયા બાદ હવે ફરીવાર સિંચાઇ વિભાગે કેનાલ રિપેરીંગના બહાને શનિવારથી આજી અને ન્યારી ડેમમાં એકસાથે સૌની યોજના હેઠળ નર્મદાનીર આપવાનું બંધ કર્યું છે. જોકે હાલમાં આજી-1 અને ન્યારી-1માં બે મહિના ચાલે તેટલું પાણી હોય પાણીકાપ મુકવાની કોઈ જરૂરિયાત ન હોવાનું અને આગામી 2-3 દિવસમાં ફરી નર્મદાનું પાણી આપવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું વોટરવર્ક્સ વિભાગે જણાવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજ્ય સરકાર હસ્તકના GWIL દ્વારા થોડા દિવસો અગાઉ નર્મદા પાઇપલાઇનના મેઇટનન્સને કારણે રાજકોટને પાઇપલાઇન મારફત મળતા નર્મદાનીર બંધ કરવામાં આવતાં મહાપાલિકાએ છ દિવસનો પાણીકાપ મુકવો પડ્યો હતો. આ પછી હવે નર્મદા કેનાલનું મેઇટનન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ કારણે સિંચાઇ વિભાગ દ્વારા રાજકોટના આજી અને ન્યારી ડેમમાં પાંચ દિવસ સૌની યોજના હેઠળ નર્મદાનીર નહીં મળે તેવી જાણ મહાનગરપાલિકાને પત્ર દ્વારા કરી દેવામાં આવી હતી. સિંચાઇ વિભાગ દ્વારા કેનાલ મેઇટેનન્સ અને રિપેરીંગની કામગીરીને અનુલક્ષીને ગત શનિવારથી જ રાજકોટના બન્ને મુખ્ય જળસ્ત્રોત આજી-1 અને ન્યારી-1માં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠલવવાનું બંધ કરી દેવાયું છે. હજી બુધવાર સુધી નર્મદાનીર મળશે નહીં. જોકે સિંચાઇ વિભાગે ગુરૂવારથી રાબેતા મુજબ નર્મદાનીર મળશે તેવું જણાવ્યું છે. બીજીતરફ વોટરવર્કસ વિભાગના કહેવા મુજબ શહેરના મુખ્ય બન્ને જળાશયોમાં બે મહિના ચાલે તેટલો જળજથ્થો છે આમાં આજી-1માં હાલમાં 23 ફૂટ (548 એમસીએફટી) અને ન્યારી-1માં 18 (585 એમસીએફટી) જળજથ્થો છે. હાલમાં બન્ને જળાશયોમાં પાણીનો પુરતો પુરવઠો હોય પાણી કાપ મુકવાની કોઇ વિચારણા હાલના તબક્કે નથી. રાજકોટ મનપાનાં વોટરવર્ક્સ વિભાગના ઈજનેર કે. પી. દેથરીયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજી ડેમમાં હાલમાં દૈનિક 10 એમસીએફટી અને ન્યારી ડેમમાં દૈનિક આઠ એમસીએફટી નર્મદાનીર ઠલવવામાં આવી રહ્યા હતા. જોકે હાલ નર્મદા કેનાલનું મેઇટનન્સ ચાલુ હોવાથી નર્મદાના નીર બંધ કરવામાં આવ્યા છે. મેન્ટેનન્સ પુરૂં થયા બાદ 2-3 દિવસમાં ફરી આજી-1માં દૈનિક 20 એમસીએફટી અને ન્યારી-1માં દૈનિક 15 એમસીએફટી નર્મદાનીર ઠલવવામાં આવશે. હાલ બંને ડેમોમાં અંદાજે 2 મહિના ચાલે તેટલું પાણી હોવાથી પાણીકાપ મુકવાનો કોઈ સવાલ નથી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan