Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ગણેશોત્સવમાં પેમેન્ટનો ડખો:વેસુમાં કોન્ટ્રાક્ટરને 19 લાખ ન મળતાં ચાલુ આયોજને ડેકોરેશનનો સામાન કાઢ્યો, આયોજકો અને ડેકોરેટર વચ્ચે ઘર્ષણ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
ગણેશોત્સવમાં પેમેન્ટનો ડખો:વેસુમાં કોન્ટ્રાક્ટરને 19 લાખ ન મળતાં ચાલુ આયોજને ડેકોરેશનનો સામાન કાઢ્યો, આયોજકો અને ડેકોરેટર વચ્ચે ઘર્ષણ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવમાં ડેકોરેશનના પેમેન્ટ મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. આયોજકો અને કોન્ટ્રાક્ટર વચ્ચે પેમેન્ટની લેવડદેવડને લઈને મામલો એટલો બીચક્યો છે કે, ચાલુ આયોજન વચ્ચે ડેકોરેશનવાળા પોતાનો સામાન કાઢીને લઈ જતા નજરે પડ્યા હતા. આ અંગે આયોજક પૂજા પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, "અમે 80% પેમેન્ટ કરી દીધું છે, પરંતુ નક્કી કર્યા મુજબનું ડેકોરેશન ન થતાં અમે બાકીનું પેમેન્ટ અટકાવ્યું છે." બીજી તરફ આશીર્વાદ ડેકોરેશનના કોન્ટ્રાક્ટર ડેવિડભાઈએ રોષ ઠાલવતા કહ્યું કે, "મારું 19 લાખનું પેમેન્ટ બાકી છે અને પૈસા માંગવા ગયો તો મારી સાથે મારપીટ કરવામાં આવી છે." 51 લાખમાં નક્કી થયો હતો પંડાલનો કોન્ટ્રાક્ટ વેસુમાં યોજાયેલા આ ભવ્ય ગણેશોત્સવ માટે મંડપ અને ડેકોરેશનની જવાબદારી આશીર્વાદ ડેકોરેશનને સોંપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, ગણપતિ મંડપનું સંપૂર્ણ ડેકોરેશન 51 લાખ રૂપિયામાં નક્કી કરવામાં આવ્યું હતું. જેમાંથી આયોજકો દ્વારા અત્યાર સુધીમાં કોન્ટ્રાક્ટરને 32 લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. જોકે, કોન્ટ્રાક્ટરનો દાવો છે કે હજુ પણ તેના 19 લાખ રૂપિયા લેવાના બાકી છે અને આયોજકો તે ચૂકવવાનો ઇનકાર કરી રહ્યા છે. જેના કારણે તેને અડધેથી મંડપ ખોલવાની ફરજ પડી છે. આયોજકોનો આક્ષેપ: અડધું કામ જાતે કરવું પડ્યું પેમેન્ટ રોકવા પાછળ ગણેશ આયોજકોએ કોન્ટ્રાક્ટરની લાપરવાહીને જવાબદાર ગણાવી છે. આયોજકોનો સીધો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે નક્કી કરેલું સંપૂર્ણ કામ સમયસર પૂરું કર્યું નહોતું. સ્થિતિ એવી નિર્માણ થઈ કે ડેકોરેશનનું અડધું કામ આયોજકોએ જાતે ઊભા રહીને કરવું પડ્યું હતું. વધુમાં એવો પણ આક્ષેપ છે કે 48 કલાક સુધી કોન્ટ્રાક્ટરે ફોન પણ ઉપાડ્યો નહોતો. આયોજકોનું મક્કમપણે કહેવું છે કે કોન્ટ્રાક્ટરે ખરેખર જેટલું કામ કર્યું છે, તેટલા જ રૂપિયા તેને ચૂકવવામાં આવશે. કોન્ટ્રાક્ટર ડેવિડ પર હુમલાનો આરોપ આ વિવાદમાં પૈસાની લેતીદેતી ઉપરાંત મારામારીની ઘટના પણ સામે આવી છે. કોન્ટ્રાક્ટર ડેવિડભાઈના જણાવ્યા અનુસાર, અહીંના મુખ્ય આયોજક પ્રિયાંક પટેલે બાકીના 19 લાખ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે તેઓ ગઈકાલે પોતાનો બાકી રહેલો સામાન અને પંડાલ ખોલવા માટે આવ્યા ત્યારે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. ડેવિડભાઈનો ગંભીર આરોપ છે કે પેમેન્ટની માંગણી કરતા તેમને આયોજકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. બંને પક્ષે સામસામી અરજી મંડપના સ્થળ પર થયેલી ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે, જેમાં બંને પક્ષો વચ્ચે પેમેન્ટ મુદ્દે તીખી દલીલો થતી સ્પષ્ટ જોઈ શકાય છે. મારામારી અને કામમાં અનિયમિતતાના આક્ષેપો સાથે આ સમગ્ર મામલો હવે પોલીસ મથકના શરણે પહોંચ્યો છે. પેમેન્ટ પૂર્ણ નહીં થતા અને મારામારી થતા ગણેશ આયોજકો અને મંડપ ડેકોરેટર્સ બંને પક્ષે વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. હાલ પોલીસ દ્વારા બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan