Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

17.5 કરોડના ઘરમાં આર માધવનનું ઓર્ગેનિક ગાર્ડન, ભીંડાથી લઈને બ્રોકલી સુધીના શાકભાજી ઉગાડે છે, તમે ઓછી જગ્યામાં આ રીતે ઉગાડો

📰 The Indian Express 🕐 1 min read 📅 September 14, 2026 👁 1 views
17.5 કરોડના ઘરમાં આર માધવનનું ઓર્ગેનિક ગાર્ડન, ભીંડાથી લઈને બ્રોકલી સુધીના શાકભાજી ઉગાડે છે, તમે ઓછી જગ્યામાં આ રીતે ઉગાડો
બોલિવૂડ સ્ટાર આર માધવનને ગાર્ડનિંગનો ખૂબ શોખ છે. મુંબઈ જેવા શહેરમાં જ્યાં ઘરમાં ખુલ્લી જગ્યા મળવી સરળ નથી. માધવને લગભગ 17.5 કરોડ રૂપિયાના ઘરની બાલ્કનીની જગ્યાને નાના ઓર્ગેનિક ગાર્ડનમાં ફેરવી દીધી છે. ખાસ વાત એ છે કે અહીં માત્ર સુશોભન છોડ જ નહીં, પરંતુ ભોજનમાં વપરાતા અનેક શાકભાજી પણ ઉગાડવામાં આવતા હતા. એક જૂના ઇન્ટરવ્યૂમાં માધવને કહ્યું હતું કે તેમના ટેરેસ ગાર્ડનથી સિઝન અનુસાર તેમની શાકભાજીની જરૂરિયાતના લગભગ 70 ટકા પૂરી થઇ જાય છે. તેમણે અહીં ભીંડા, રીંગણ, બ્રોકલી, ટામેટા, કાકડી જેવા અનેક ઋતુ શાકભાજી ઉગાડવાની વાત કરી હતી. એટલે કે જો સ્થળ, માટી, પાણી, છોડનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવે તો નાની બાલ્કની અથવા ટેરેસ ઉપર પણ ઘરમાં શાકભાજીનો સારો સ્ત્રોત બની શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ગાર્ડનિંગ એક્સપર્ટ અને બોન્સાઈ એન્ડ ગાર્ડનિંગ ઝોનના સ્થાપક શિરીષ શર્માએ જણાવ્યું હતું કે ઓર્ગેનિક ગાર્ડન શરૂ કરવાનો અર્થ માત્ર રાસાયણિક ખાતરને બદલે કાર્બનિક ખાતરનો ઉપયોગ કરવાનો નથી. જમીન, પાણી, હવામાન અને જંતુઓથી રક્ષણ સુરક્ષિત કરવામાં આવે તો જ છોડ સારી રીતે ઉગે છે. એટલે કે બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પણ ઘરની બાલ્કની અથવા ટેરેસ પર શાકભાજી ઉગાડવાનું વિચારી રહ્યા છો, તો શરૂઆતથી જ આ બાબતોને ધ્યાનમાં રાખો. સૌ પ્રથમ છતના વોટરપ્રૂફિંગ ચકાસો ટેરેસ પર કુંડા રાખવા અને નિયમિતપણે પાણી આપતા પહેલા તે જોવું જરુરી છે કે છત પર શીલન અથવા પાણીના ટપકવાની સમસ્યા તો નથીને. જા વોટરપ્રૂફિંગ નબળું હોય તો પહેલા તેને ઠીક કરો. બાદમાં બગીચો તૈયાર કરતી વખતે પાણીને કારણે થતી સમસ્યા વધી શકે છે. કુંડામાં માત્ર સામાન્ય માટી ભરવી યોગ્ય નથી છોડના સારા વિકાસ માટે યોગ્ય માટી સૌથી મહત્વપૂર્ણ છે. કુંડામાં ભારે માટી મૂકવાથી તે સમય સાથે દબાઈ શકે છે અને હવા અને પાણીનું યોગ્ય સંતુલન મૂળ સુધી પહોંચતા અટકાવી શકે છે. શિરીષ શર્માના જણાવ્યા મુજબ છોડ માટે સારી ગુણવત્તાનું ખાતર અથવા વર્મીકમ્પોસ્ટ, કોકોપીટ, લીમડાની કેક, માટી વગેરે યોગ્ય પ્રમાણમાં હોય તે વધુ સારું છે. સાથે કુંડામનાં પાણી ડ્રેઇન કરવા માટે તળિયે છિદ્રો હોવા આવશ્યક છે. દરરોજ પાણી આપવું જરૂરી નથી જે લોકોને જાણકારી નથી તેઓ દરરોજ છોડને પાણી આપવાની ભૂલ કરે છે. આ છોડને ફાયદો કરવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. પાણી આપતા પહેલા કુંડામાં માટીને આંગળીની નીચે થોડા સેન્ટિમીટર સુધી સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. જો ત્યાંની જમીન પહેલાથી જ ભેજવાળી હોય તો તરત જ પાણી આપવાની જરૂર નથી. કુંડામાં પાણી જમા થતા મૂળમાં સડો અને ફૂગની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. છોડને જંતુઓથી બચાવો છોડ પર જંતુઓ વધારે ફેલાયા પછી તેની સારવાર કરવા કરતાં શરૂઆતથી જ તેમનું નિરીક્ષણ કરવું વધુ સારું છે. સમયાંતરે પાંદડા અને નવા આવી રહેલા પાંદડાઓની નીચેની બાજુ જોવાની ખાતરી કરો. હાઇ પ્રોટીન બ્રેકફાસ્ટ, ઝટપટ બનાવો ક્રિસ્પી ટોફુ વાળો ગ્રીન સૂપ જો તમે એફિડ્સ, મીલીબગ, વ્હાઇટફ્લાય અને કેટરપિલર જેવા જંતુઓ જુઓ છો, તો શરૂઆતમાં તેમને રોકવા માટે કામ કરો. બગડેલા અથવા ભારે ચેપગ્રસ્ત પાંદડાઓને દૂર કરો અને હવાને અંદર અને બહાર રાખવા માટે છોડ વચ્ચે પૂરતી જગ્યા રાખો. લીમડાના તેલ આધારિત ઉત્પાદનો અથવા જંતુ નિયંત્રણ સાબુ મદદરૂપ થઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ ફક્ત પેક પરની સૂચનાઓ અને યોગ્ય ડોઝ અનુસાર જ કરો. તેજસ્વી સૂર્યપ્રકાશમાં છોડનો છંટકાવ કરવાનું ટાળો. શરૂઆતમાં આવા શાકભાજી રોપો જો તમે પ્રથમ વખત કિચન ગાર્ડન બનાવી રહ્યા છો તો શરૂઆતમાં એવા શાકભાજી અને જડીબુટ્ટીઓ પસંદ કરો જે હેન્ડલ કરવા માટે સરળ હોય. બાગકામ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભીંડા, રીંગણ, દૂધી, બીન્સ અને કોથમીર જેવા વિકલ્પોથી શરૂઆત કરી શકાય છે. જોકે કયો છોડ વધુ સારું કરશે તે તમારા શહેરના હવામાન અને ઉપલબ્ધ જગ્યા પર પણ આધાર રાખે છે. ડિસ્ક્લેમર : આ લેખ જાહેરમાં ઉપલબ્ધ માહિતી અને નિષ્ણાતની સલાહના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan