Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
politics

ગુજરાતની 17 હજાર ખાનગી શાળા આક્રમક મૂડમાં:FRC, RTE અને સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
ગુજરાતની 17 હજાર ખાનગી શાળા આક્રમક મૂડમાં:FRC, RTE અને સ્વાયત્તતાના મુદ્દે સરકાર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી
નવસારી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે રાજ્ય સરકાર સામે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અનેકવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા, તેમણે પ્રશાસનને આવેદનપત્ર આપ્યું છે. આનાથી રાજ્યની ખાનગી શાળાઓમાં ભણતા આશરે 50 લાખ વિદ્યાર્થીઓ અને 7 લાખથી વધુ શિક્ષકો-કર્મચારીઓના ભવિષ્ય પર સવાલો ઊભા થયા છે. સંચાલક મંડળની મુખ્ય માંગ ફી નિર્ધારણ અને FRCની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિની છે. હાલના નિયમો મુજબ, રાજ્યની તમામ ખાનગી શાળાઓની ફી દર ત્રણ વર્ષે ઓડિટ રિપોર્ટના આધારે નક્કી થાય છે. તેમની માંગ છે કે જે શાળાઓ દર વર્ષે તેમની મંજૂર ફીમાં 10% કે તેનાથી ઓછો વધારો કરે, તેમને દરખાસ્ત કે સોગંદનામાની લાંબી પ્રક્રિયામાંથી મુક્તિ મળે. તેમને સીધી મંજૂરી આપવી જોઈએ. આનાથી રાજ્યની લગભગ 90% શાળાઓ FRCની કાર્યવાહીમાંથી મુક્ત થશે અને FRC કચેરી પરનો કામનો બોજ પણ ઘટશે. RTE (રાઈટ ટૂ એજ્યુકેશન)ના અમલીકરણનો મુદ્દો પણ છે. 2017ના નિયમ મુજબ, RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ 10,000 રૂપિયા ચૂકવાતા હતા. સંચાલક મંડળે આ મામલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. હાઈકોર્ટે વારંવાર માર્ગદર્શન અને ચુકાદાઓ આપ્યા છે. અદાલતના આદેશ મુજબ, સરકારે કાં તો શાળાની FRC મંજૂર થયેલી ફી ચૂકવવી જોઈએ, અથવા તે વિસ્તારની સરકારી શાળામાં વિદ્યાર્થી દીઠ થતો ખર્ચ ચૂકવવો જોઈએ. આ બંનેમાંથી જે યોગ્ય હોય તે ચૂકવવાનો આદેશ છે. જોકે, આજદિન સુધી આ આદેશનો અમલ થયો નથી. તેના કારણે શાળાઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહી છે. તાજેતરમાં પસાર થયેલા "ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક 2026" સામે પણ સંચાલકોમાં રોષ છે. આ વિધેયક મુજબ, ખાનગી શાળાઓના કર્મચારીઓની નિમણૂક કે તેમને છૂટા કરવા માટે પણ સરકારી મંજૂરી લેવી પડશે. સંચાલકોનું કહેવું છે કે જ્યારે ખાનગી શાળાઓ સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ કે આર્થિક મદદ લેતી નથી, ત્યારે કર્મચારીઓની નિમણૂક અને સંચાલનના નિર્ણયોમાં સરકારનો હસ્તક્ષેપ ખોટો છે. તેઓ તેને શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર હુમલો માને છે. આ ઉપરાંત ખાનગી શાળાના વહીવટમાં અડચણરૂપ એવા અન્ય મુદ્દાઓને લઈને પણ રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-નવસારીના પ્રમુખ મનોજભાઈ જીવાણી, ઉપપ્રમુખ અંકુરભાઈ બોડા, મંત્રી બી. જી. ભાટિયા, ખજાનચી હિતેશભાઈ સોરઠીયા તેમજ ગવર્નિંગ બોડીના અગ્રણી સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan