Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

અમદાવાદના 16 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની ધમકીમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું:રાવલપિંડી-લાહોરથી ઇ-મેઇલ ઓપરેટ થયાનો ઘટસ્ફોટ, ક્રિપ્ટોકરન્સી ચૂકવી હેક થયેલા ઇ-મેઇલ ખરીદાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
અમદાવાદના 16 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટની ધમકીમાં પાકિસ્તાન કનેક્શન ખુલ્યું:રાવલપિંડી-લાહોરથી ઇ-મેઇલ ઓપરેટ થયાનો ઘટસ્ફોટ, ક્રિપ્ટોકરન્સી ચૂકવી હેક થયેલા ઇ-મેઇલ ખરીદાયા
અમદાવાદ શહેરની સ્કૂલ, AMC ઓફિસ, ગુજરાત હાઇકોર્ટ, સિવિલ કોર્ટ તેમજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 જેટલા સ્થળોને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઇમેઇલ્સ મોકલવા પાછળ પાકિસ્તાન અને બાંગ્લાદેશનું નેટવર્ક સક્રિય હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસે બે અલગ-અલગ ગુના નોંધી તપાસ હાથ ધરતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સામે આવ્યું છે. ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રૂપ મારફતે હેક થયેલા ઇ-મેઇલ એકાઉન્ટ ક્રિપ્ટોકરન્સીમાં પૈસા ચૂકવી ખરીદીને તહેવારો ટાણે દહેશત ફેલાવવા આ ઈમેઇલ મોકલવામાં આવ્યા હતા. 7 તારીખે મોકલાયેલા ઇ-મેઇલનું પગેરું રાવલપિંડી નીકળ્યું 7 તારીખે રોજ Denise Long તથા wj kenના નામની ખોટી ઓળખ ઊભી કરી, bonnieebanks49@gmail.com અને kwajlds@gmail.com પરથી ધમકીભર્યા ઇ-મેઇલ્સ મોકલાયા હતા. જેમાં 'Time 8:00 AM at Gujarat Schools @11:11AM' તથા ખાલિસ્તાની લખાણો સાથે સ્કૂલો-10, મેયર ઓફિસ-1, ગુજરાત હાઇકોર્ટ, સોલા, મેટ્રો ધી કોર્ટ, ધી કોર્ટ, ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ અમદાવાદ શહેર-4 તથા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ-1 મળી કુલ 16 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમોએ અલગ-અલગ સ્કૂલો અને કોર્ટ સંકુલની વિઝિટ કરી જી-મેઇલના હેડર મેળવ્યા હતા. જેમાં આ ઇ-મેઇલ આઇડી બાંગ્લાદેશના હોવાનું તથા બોમ્બ થ્રેટમાં વપરાયેલા જૂના ઇ-મેઇલ બનાવી કે મેળવી બાંગ્લાદેશ તેમજ રાવલપિંડી, પાકિસ્તાનથી ઓપરેટ કરાયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. 27 ઓક્ટોબરે ફરી 19 સ્થળોને ધમકીભર્યો મેઇલ મળ્યો ત્યારબાદ તા. 27/10/2026ના રોજ reduak079@gmail.com પરથી ફરી ધમકીભર્યો ઇ-મેઇલ આવ્યો હતો. જેમાં શહેરની 14 શાળાઓ, મેયર ઓફિસ દાણાપીઠ, ગુજરાત હાઇકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘી કાંટા કોર્ટ, સિટી સિવિલ કોર્ટ તથા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત 19 સ્થળોનો ઉલ્લેખ હતો. આ અંગે પણ સાયબર ક્રાઇમમાં બીજો ગુનો નોંધી વિગતો મંગાવતાં ઇમેઇલનું કનેક્શન રંગપુર, બાંગ્લાદેશ અને લાહોર, પાકિસ્તાનથી ઓપરેટ થયાનું ખુલ્યું હતું. હેક થયેલા એકાઉન્ટ પાકિસ્તાની હેન્ડલર્સને વેચાયા હતા અગાઉ ખાલિસ્તાની સંગઠનના નામે આવેલી ધમકીઓની તપાસમાં પશ્ચિમ બંગાળમાંથી એક આરોપી પકડાયો હતો. તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપીએ હેક થયેલા જી-મેઇલ એકાઉન્ટ્સ બાંગ્લાદેશના શખ્સને વેચ્યા હતા. બાંગ્લાદેશના એ શખસે આ એકાઉન્ટ પાકિસ્તાનના શખ્સને વેચ્યા હતા અને તેના બદલામાં ક્રિપ્ટોકરન્સી મારફતે પેમેન્ટ ચૂકવાયું હતું. પાકિસ્તાની તત્વો ભારતમાં તહેવારો અને મહત્વપૂર્ણ આયોજનો વખતે ભયનો માહોલ ઊભો કરવા ટેલિગ્રામ-વોટ્સએપથી આવા કોમ્પ્રોમાઇઝ્ડ ઇ-મેઇલ ખરીદી રહ્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan