Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

મોરબી ફાયર શાખાએ હોસ્પિટલના સ્ટાફને ફાયર ટ્રેનિંગ આપી:16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફાયર સેફ્ટીના નિયમો શીખવાડ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
મોરબી ફાયર શાખાએ હોસ્પિટલના સ્ટાફને ફાયર ટ્રેનિંગ આપી:16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ફાયર સેફ્ટીના નિયમો શીખવાડ્યા
મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ૧૬ થી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન એક હોસ્પિટલના ૨૭ સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, બિલ્ડીંગના ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનની તપાસ પણ કરવામાં આવી હતી. ખામીઓ ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપીને જરૂરી સૂચનો અને ગાઈડલાઈન પણ અપાઈ હતી. આ ઉપરાંત, ત્રણ ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટેની અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં મોકલવામાં આવી છે. આ ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શનનો મુખ્ય હેતુ મોરબીના લોકોને ફાયર સેફ્ટી વિશે જાગૃત કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ શીખવવાનો અને ઇમરજન્સીમાં અગ્નિશમન શાખાનો તાત્કાલિક સંપર્ક કરીને નાની-મોટી દુર્ઘટનાઓ, જાનહાનિ કે મોટી આફતોને રોકવાનો તેમજ જાન-માલનું રક્ષણ કરવાનો છે. તાજેતરમાં મોરબીમાં બે ફાયર કોલ અને બે રેસ્ક્યુ કોલના બનાવો બન્યા હતા, જેમાં ફાયરના જવાનોએ કામગીરી કરી હતી. કોઈપણ દુર્ઘટના સમયે, તમે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસનો (૦૨૮૨૨) ૨૩૦૦૫૦, ૧૦૧ અથવા ૧૧૨ પર સંપર્ક કરી શકો છો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan