Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

150 ફૂટ ઊંચા ટાવર પરથી યુવકે ઝંપલાવ્યું, ઘટનાસ્થળે જ મોત:બે દિવસથી માનસિક સ્થિતિ કથળેલી હતી, ચાણસ્માના ધરમોડા ગામની ઘટના

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 21, 2026 👁 1 views
150 ફૂટ ઊંચા ટાવર પરથી યુવકે ઝંપલાવ્યું, ઘટનાસ્થળે જ મોત:બે દિવસથી માનસિક સ્થિતિ કથળેલી હતી, ચાણસ્માના ધરમોડા ગામની ઘટના
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધરમોડા ગામે 32 વર્ષીય યુવકે 150 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પરથી નીચે ઝંપલાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. છેલ્લા બે દિવસથી યુવકની માનસિક સ્થિતિ કથળી હોય તેવું વર્તન કરતો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. પરિવારજનોની શોધખોળ દરમિયાન ટાવર પર ચડેલો જોવા મળ્યો ધરમોડા ગામે વૃદ્ધ માતા-પિતા અને પત્ની સાથે રહેતા તેમજ મજૂરી કામ કરતા 32 વર્ષીય અજીત રેવાભાઈ દેવીપૂજક સોમવારે વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હતા. તેઓ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન અજીત ગામના મોબાઈલ ટાવર પર ચડેલા જોવા મળ્યા હતા. પરિવારજનો અને ગ્રામજનોએ તેમને નીચે ઉતારવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ નીચે ઉતરવા તૈયાર થયા નહોતા. પોલીસ અને ફાયર બ્રિગેડની સમજાવટ છતાં યુવકે ઝંપલાવ્યું ઘટનાની જાણ થતાં ચાણસ્મા પોલીસ તેમજ પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ, ફાયર બ્રિગેડના જવાનો અને ગ્રામજનોએ યુવકને સમજાવીને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે પ્રયાસો કર્યા હતા. જોકે, લાંબી સમજાવટ છતાં યુવકે કોઈની વાત માની નહોતી અને આશરે 150 ફૂટ ઊંચા ટાવર પરથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત ટાવર પરથી નીચે પડતાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચાણસ્મા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ચાણસ્મા પોલીસે બનાવ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan