business
સોનાના ભાવમાં મોટો ઘટાડો, શું રૂ.1.50 લાખથી નીચે જશે Gold? કાચા તેલના વધતા ભાવથી કિંમતી ધાતુઓ પર દબાણ
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ઉછાળા અને વૈશ્વિક મોંઘવારીની ચિંતાને પગલે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ન્યૂયોર્કથી લઈને મુંબઈ સુધી કિંમતી ધાતુઓ પર દબાણ વધ્યું છે. MCX પર સોનું ₹2,313 ઘટીને ₹1,50,471 પ્રતિ 10 ગ્રામ થયું, જ્યારે ચાંદી ₹5,055 ઘટીને ₹2,29,919 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી. રોકાણકારો હવે અમેરિકન ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ પર નજર રાખી રહ્યા છે.
Read full article on Gujaratsamachar