Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
business

નાણામંત્રીએ કહ્યું- રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી શકતા નથી:140 કરોડ લોકોની જરૂરિયાત પૂરી કરવા દુનિયાના દરેક ખૂણેથી ખરીદીશું

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
નાણામંત્રીએ કહ્યું- રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરી શકતા નથી:140 કરોડ લોકોની જરૂરિયાત પૂરી કરવા દુનિયાના દરેક ખૂણેથી ખરીદીશું
રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદતા દેશો પર ટ્રમ્પ દ્વારા 100% ટેરિફ લાદવાના નવા કાયદા બાદ ભારત તરફથી નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે ભારત અચાનક રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું બંધ કરી શકતું નથી અને ન તો તરત જ અન્ય સપ્લાયરો તરફ વળી શકે છે. મંગળવારે યોજાયેલા 'બિઝનેસલાઇન ચેન્જમેકર એવોર્ડ્સ' કાર્યક્રમમાં નાણાં મંત્રીએ કહ્યું કે દેશની 140 કરોડની વસ્તીની ઊર્જા જરૂરિયાતો અને સ્થાનિક ઊર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત માટે દેશનું હિત સર્વોપરી છે અને ભારત દુનિયાના દરેક એવા ભાગમાંથી ઓઈલ ખરીદશે જ્યાંથી તે સરળતાથી અને યોગ્ય શરતો પર ઉપલબ્ધ હશે. નાણામંત્રીના નિવેદનની 5 મોટી વાતો ટ્રમ્પનો નવો કાયદો: 100% ટેરિફનું જોખમ અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સે રશિયા પાસેથી વધુ ઓઈલ ખરીદતા 5 દેશો પર 100% સુધીનો ટેરિફ લાદતું બિલ પસાર કર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ બિલ પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે અને હવે તે કાયદો બની ગયો છે. રશિયા પાસેથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદતા 5 દેશોની અમેરિકી યાદીમાં ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનનો સમાવેશ થાય છે, તેથી આ કાયદાથી આ દેશો પર ટેરિફનું જોખમ છે. 100% ટેરિફથી ભારત પર 3 મોટી અસરો થશે ઝેલેન્સ્કી બોલ્યા- ભારત ઓઈલ ખરીદવાનું બંધ કરે તો યુદ્ધ અટકી જશે બીજી તરફ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ભારત અને ચીનને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું બંધ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે રશિયાની અર્થવ્યવસ્થા ભારત અને ચીનના પૈસાથી જ ચાલી રહી છે. ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, જો આ દેશો રશિયા પાસેથી ઓઈલ લેવાનું બંધ કરી દે તો રશિયા પાસે પૈસા ખૂટી જશે અને યુદ્ધ આપમેળે અટકી જશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan