top
14 લાખના મોબાઈલ સ્પેરપાર્ટસ જપ્ત:બાપુનગરમાંથી ચોરી અને બંધ મોબાઇલના સ્પેરપાર્ટસ કાઢીને વેચતા બે શખ્સની પોલીસે ધરપકડ કરી
ચોરીના મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ અલગ કરીને વેચતી શાતિર ગેંગનો બાપુનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે સુંદરમનગર વિસ્તારમાંથી બે આરોપીઓની ધરપકડ કરીને મકાનમાંથી આશરે ₹14 લાખની કિંમતના મોબાઈલ સ્પેરપાર્ટ્સ જપ્ત કર્યા છે. આરોપીઓ મકાનમાં ચોરીના તેમજ બંધ મોબાઈલ મેળવીને તેના ભાગો અલગ-અલગ કરીને વેચી મારતા હતા. પોલીસે ગુનો નોંધીને ચોરીના મોબાઈલનો સપ્લાય કરનાર અને ખરીદનાર અન્ય સાગરીતોની શોધોખોળ હાથ ધરી છે. સુંદરમનગર વિસ્તારમાંથી બે આરોપીઓની અટકાયત બાપુનગર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુંદરમનગર વિસ્તારમાં દરોડો પાડીને બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. મકાનમાં રહી સ્પેરપાર્ટ્સ છૂટા કરવાનું નેટવર્ક ચાલતું પોલીસે અબ્દુલ અન્સારી અને શોકતઅલી અન્સારી નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ મકાનમાં રહીને મોબાઈલના સ્પેરપાર્ટ્સ અલગ કરતા હતા. સીધા મોબાઈલ વેચવાને બદલે સ્પેરપાર્ટ્સ વેચતા આરોપીઓ ચોરીના કે બંધ મોબાઈલના ઉપયોગી ભાગો અલગ કરીને વેચતા હતા. સીધા મોબાઈલ વેચવામાં પકડાઈ જવાનો ડર હોવાથી તેઓ ભાગો વેચી પૈસા કમાતા હતા. આરોપીઓ પાસેથી ₹14 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો પોલીસે સ્થળ પરથી રૂ. 14 લાખની કિંમતના વિવિધ મોબાઈલ ફોનના સ્પેરપાર્ટ્સ જપ્ત કર્યા છે અને તે કયા ફોનમાંથી કાઢવામાં આવ્યા હતા તેની તપાસ શરૂ કરી છે. ચોરીના મોબાઈલના સ્ત્રોત અંગે પોલીસે તપાસ લંબાવી આરોપીઓ ચોરીના મોબાઈલ કોની પાસેથી લાવતા હતા અને સ્પેરપાર્ટ્સ કોને વેચતા હતા તે દિશામાં બાપુનગર પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar