top
12 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા:વડોદરામાં બિરાજમાન અંદાજે 25 હજારથી વધુ પ્રતિમાઓનું રંગેચંગે વિસર્જન કરવામાં આવશે, તંત્ર દ્વારા તમામ સ્થળોએ સુચારુ આયોજન
વડોદરા શહેરમાં ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી ભગવાન શ્રીજીની પ્રતિમાઓ સ્થાપિત કરી તેનું આસ્થાભેર પૂજન અર્ચન કરવા આવ્યું હતું. આવતીકાલે અનંત ચૌદસના દિવસે આ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. વડોદરા શહેરમાં 12 સ્થળોએ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકા તંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા આ અંગેનું સુચારુ આયોજન ઘડી નાખવામાં આવ્યું છે. તમામ સ્થળોએ વિસર્જનમાં કોઈ અફરાતફરી ન સર્જાય અને શાંતિમય માહોલમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરાય તે માટે આયોજન કરી દેવામાં આવ્યું છે. પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં શાંતિમય માહોલમાં વિસર્જન પ્રક્રિયા થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર રહેશે ખડેપગે રહેશે. પાણીગેટ પોલીસ મથક ખાતે પોલીસ કમિશનરે બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી. આવતીકાલે વડોદરા શહેરના તળાવો તેમજ રાજમાર્ગો ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજરોજ પોલીસ અધિકારીઓને કર્મચારીઓએ વિસર્જનના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. 3000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા દરમિયાન 1 જોઈન્ટ સીપી, 8 ડીસીપી અને 2000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત શહેરની બહારથી 4 ડીસીપી, 10 એસીપી, 50 પી.આઈ - પીએસઆઇ અને 600 થી વધુ કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવશે. આ ઉપરાંત ચાર કંપની SRPF,1 કંપની CISF, 1 કંપની BSF, 2 કંપની રેપિડ એક્શન ફોર્સ અને એક કંપની સ્પેશિયલ એક્શન ફોર્સના જવાનો પણ મદદમાં તૈનાત રહેશે. આ ઉપરાંત વિસર્જન દરમિયાન NDRFની ટીમ પણ તૈનાત રહેશે. પોલીસ દ્વારા ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ગણેશ મંડળોના અક્ષાંશ રેખાંશ ના આધારે પણ તેઓના સ્થળોને લોકેટ કરવામાં આવ્યા છે. અંદાજે 25 હજાર જેટલી પ્રતિમાઓનું વિસર્જન થશે વડોદરા શહેરમાં પ્રતિ વર્ષ 25 હજારથી વધુ નાની મોટી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવે છે. આ વર્ષે પણ શહેરના મોટા મંડળો તેમજ નાની નાની સોસાયટીઓ મળીને 50 હજાર જેટલી પ્રતિમાઓ સ્થાપિત થઇ હોવાનો અંદાજ છે. જો કે કેટલાક શ્રીજીનું વિસર્જન ત્રીજા દિવસ, પાંચમા દિવસ, અને સાતમા દિવસે વિસર્જન કરી નાખવામાં આવ્યું છે. હવે આવતીકાલે અંતિમ દિવસે બાકીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. શહેરમાં 12 સ્થળોએ વિસર્જન માટે વ્યવસ્થા વડોદરા મહાનગરપાલ્લીકા દ્વારા વિવિધ ઝોનમાં કૃત્રિમ તળાવો ઉભા કરવામાં આવ્યા છે. શહેરના તમામ ચારેય ઝોનમાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે સવારથી વિસર્જન પ્રક્રિયા શરુ થશે. શહેરમાં વિવિધ માર્ગો ઉપ્પર ભવ્ય વિસર્જન યાત્રાઓનું પણ આયોજન થશે. વિસર્જન યાત્રાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. મધ્ય રાત્રી સુધી વિસર્જન ચાલે એવી શક્યતા વડોદરા શહેરમાં સવારથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે મધ્ય રાત્રી સુધી ચાલે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. શહેરમાં કેટલાક ગણેશ મંડળો શહેરની બહાર મહીસાગર નદી ખાતે પણ વિસર્જન કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જો કે શહેરમાં જ્યાં વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા પણ તમામ સ્થળોએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કયા ઝોનમાં ક્યાં-ક્યાં વિસર્જનની વ્યવસ્થા?
Read full article on Divya Bhaskar