crime
કલોલના પાનસર ગામમાં જોગણી માતાના મંદિરમાં ચોરી કરનાર ઝડપાયો:12 હજારના ચાંદીના છત્તરો જપ્ત, મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી દબોચાયો
કલોલ તાલુકા વિસ્તારના પાનસર ગામે નાયક વાસમાં આવેલ ફૂલબાઈ જોગણી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરનાર એક ઇસમને 12 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને અનડિટેક્ટ મંદીર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પરથી ચોરને દબોચી લીધો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જે.જે.ગઢવીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રણ દિવસ અગાઉ પાનસર ગામે નાયક વાસમાં આવેલ ફૂલબાઈ જોગણી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી કરનાર ઇસમ ચોરી કરેલા માલસામાન સાથે મહેસાણા-અમદાવાદ હાઇવે પર ગુરુકુલ ચાર રસ્તા પાસે ઊભો છે. 12 હજારની કિંમતના 5 નંગ ચાંદીના છત્તર જપ્ત આ બાતમી મળતાની સાથે જ પોલીસે સ્થળ પર દોડી જઇ બ્રિજેશ જગદીશ લલધર પ્રજાપતિ (રહે. હાલ ઈન્દિરા નગરના ખાડામાં, કલોલ શહેર, મૂળ રહે. કાલી ચોરા ગોલા બજાર, ગોરખપુર, ઉત્તર પ્રદેશ) નામના શખ્સને દબોચી લીધો હતો. જેની અંગઝડતી દરમિયાન તેના ખિસ્સામાંથી 12 હજારની કિંમતના 5 નંગ ચાંદીના છત્તર મળી આવ્યા હતા. પોલીસે તેને વિશ્વાસમાં લઈને કડક પૂછપરછ કરતાં તેણે મંદિરમાં આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar