Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
education

જામનગર શિક્ષણ સમિતિની નવી બોડી માટે 12 નામો જાહેર:ચેરમેનપદ માટે એડવોકેટ હેમલભાઈ ચોટાઈનું નામ ચર્ચામાં, બાકીના 11 દાવેદારોએ પણ ફોર્મ ભર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 23, 2026 👁 1 views
જામનગર શિક્ષણ સમિતિની નવી બોડી માટે 12 નામો જાહેર:ચેરમેનપદ માટે એડવોકેટ હેમલભાઈ ચોટાઈનું નામ ચર્ચામાં, બાકીના 11 દાવેદારોએ પણ ફોર્મ ભર્યા
જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી બોડીની રચના માટે ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. શિક્ષણ સમિતિની નવી ટીમ માટે કુલ 12 દાવેદારોએ પોતાના ફોર્મ ભર્યા છે. આ જ 12 નામોમાંથી શિક્ષણ સમિતિની નવી બોડીની સત્તાવાર રચના કરવામાં આવશે. શિક્ષણ સમિતિ માટે 12 દાવેદારોના નામો જાહેર શિક્ષણ સમિતિની નવી બોડી માટે માધવીબેન રોશિયા અને રિદ્ધિબેન ડાભી સહિત હિરેનભાઈ તખ્તાણીએ દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત જયભાઈ કડીવાર, નરભેરામભાઈ ડાકા, દુષ્યંતભાઈ સોલંકી અને નીતિનભાઈ સોલાણીએ પણ ફોર્મ ભર્યા છે. સાથે જ એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, હરેશભાઈ નંદા, બકુલભાઈ ડાભી, ધારાબેન ભટ્ટ અને રાહુલભાઈ મકવાણાના નામ સામે આવ્યા છે. ચેરમેનપદ માટે હેમલ ચોટાઈનું નામ આગળ આ 12 નામો સામે આવ્યા બાદ ભાજપના રાજકીય વર્તુળોમાં સમિતિની નવી ટીમ અંગે ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ચેરમેનપદ માટે એડવોકેટ હેમલભાઈ ચોટાઈનું નામ સૌથી વધુ ચર્ચામાં ચાલી રહ્યું છે. જોકે, ચેરમેન સહિત સમિતિની અંતિમ રચના અંગેનો આખરી નિર્ણય પક્ષના સત્તાવાર એલાન બાદ જ સ્પષ્ટ થશે. દાવેદારોની સંખ્યા મર્યાદિત રહેતાં આંતરિક સંમતિની ચર્ચા નવી બોડી માટે દાવેદારોની સંખ્યા 12ની આસપાસ જ રહેતાં પક્ષમાં આંતરિક સંમતિ સધાઈ હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. 12 નામો જ સામે આવતા બિનહરીફ ચયન થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે, આ અંગે ભાજપ સંગઠન તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આગામી નિર્ણય અને ચેરમેનપદ પર સૌની નજર હવે આગામી સમયમાં આ 12 નામો પૈકી કયા સભ્યોને શિક્ષણ સમિતિમાં સ્થાન મળે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ ઉપરાંત અગત્યના ચેરમેનપદની જવાબદારી કોને સોંપવામાં આવે છે, તે જોવું પણ રાજકીય રીતે રસપ્રદ રહેશે. પક્ષ દ્વારા ટૂંક સમયમાં નવી બોડીની અધિકૃત જાહેરાત કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan