crime
105 વર્ષીય કેસરબેનની અંતિમ ઇચ્છા મુજબ અંતિમ વિદાય:મોરબીના મહેન્દ્રનગરમાં પરિવારજનોએ વાજતે-ગાજતે કાઢી અંતિમયાત્રા
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામનાં 105 વર્ષીય કેસરબેન અવચરભાઈ કાવરનું આજે અવસાન થયું. તેમની અંતિમ ઇચ્છા મુજબ પરિવારજનોએ વાજતે-ગાજતે અંતિમ વિદાય આપી. કેસરબેને આ ઇચ્છા તેમના દીકરાઓ પ્રભુભાઈ અવચરભાઈ કાવર, રાઘવજીભાઈ અવચરભાઈ કાવર અને વિરજીભાઈ કાવર સહિત પરિવારજનોને જણાવી હતી. તેમણે કહ્યું હતું કે અવસાન બાદ તેમને ગામમાંથી વાજતે-ગાજતે વિદાય આપવામાં આવે. પરિવારે તેમની અંતિમયાત્રા નિવાસસ્થાનેથી મહેન્દ્રનગરના સ્મશાન સુધી વાજતે-ગાજતે કાઢી હતી. ગામના લોકો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. કેસરબેનની ઇચ્છા મુજબ વિદાય આપવામાં આવતાં ગામની મહિલાઓ સહિત ઘણા લોકો ભાવુક થયા હતા.
Read full article on Divya Bhaskar