Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

નરોડાની નમકીન ફેક્ટરી સીલ:મીઠાઈ-ફરસારણની દુકાનોમાં ફૂડ વિભાગે ચેકીંગ કરી નમૂના લીધા, નમકીન અને મીઠાઈ સહિત 1000 કિલોનો જથ્થો જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 26, 2026 👁 2 views
નરોડાની નમકીન ફેક્ટરી સીલ:મીઠાઈ-ફરસારણની દુકાનોમાં ફૂડ વિભાગે ચેકીંગ કરી નમૂના લીધા, નમકીન અને મીઠાઈ સહિત 1000 કિલોનો જથ્થો જપ્ત
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાદ્ય પદાર્થોના એકમોમાંથી મીઠાઈ, ફરસાણ અને અન્ય ખાદ્ય પદાર્થોના કુલ 29 નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નરોડાની જૈન સુપર નમકીન ફેક્ટરીમાં રોજ અંદાજે 125 કિલો રસોઈ તેલ વપરાતું હોવા છતાં વપરાયેલા તેલના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને જરૂરી રેકોર્ડ ન મળતાં એકમને સીલ કરવામાં આવ્યો છે અને નમકીન, બેસન અને મેંદા સહિતનો 1 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો છે. જાણીતી દુકાનોમાંથી કાજુ કતરી, પેંડા અને તેલના નમૂના લેબોરેટરીમાં મોકલાયા દિવાળીના તહેવાર દરમિયાન લોકો મોટા પ્રમાણમાં મીઠાઈ-ફરસાણ ખરીદતા હોય છે ત્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, ઉત્પાદન પ્રક્રિયા, સ્વચ્છતા અને તળવા માટે વપરાતા તેલની તપાસ ફૂડ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત આજે 26 ઓક્ટોબરે અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો ભાવનગરી સ્વીટ માર્ટ, ક્રિષ્ના સ્વીટ માર્ટ, શ્રી નાગર ચવાણા એન્ડ સ્વીટ માર્ટ, ગ્વાલીયા સ્વીટ્સ, અમૃત મીઠાઈ જંક્શન, હિરા મિષ્ઠાન સહિતના એકમોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. કાજુ કતરી, મોહનથાળ, પેંડા, કલાકંદ, બરફી, રસગુલ્લા, બેસન અને વપરાયેલા તેલ સહિતના નમૂનાઓ તપાસ માટે કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલાયા છે. નરોડાની ‘જૈન સુપર નમકીન’માં તેલના નિકાલનો રેકોર્ડ ગાયબ ફૂડ વિભાગની ટીમ દ્વારા નરોડાના મધુસુદન બિઝનેસ પાર્કમાં આવેલી જૈન સુપર નમકીન ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી જેમાં રસોઈ તેલના યોગ્ય સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા ન હોવાનું જણાયું હતું. દરરોજ અંદાજે 125 કિલો રસોઈ તેલ વપરાતું હતું, પરંતુ વપરાયેલા તેલને અધિકૃત એજન્સીને સોંપવા અંગેની વ્યવસ્થા અને જરૂરી રેકોર્ડ ઉપલબ્ધ નહોતાં. આ બાબતને ધ્યાનમાં રાખીને ફેક્ટરીને સીલ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વપરાયેલા તેલ અને બેસનના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 1000 કિલો તૈયાર નમકીન, બેસન અને મેંદાનો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. વપરાયેલા તેલના ઉપયોગથી બીમારીઓનું જોખમ ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, રસોઈના તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ વધી શકે છે. નિયમો મુજબ TPCનું પ્રમાણ 25 ટકાથી વધુ હોય તેવા વપરાયેલા વનસ્પતિ તેલનો માનવ વપરાશ માટે ઉપયોગ કરી શકાતો નથી. વપરાયેલા તેલનો વારંવાર ઉપયોગ કરાતા અને તેનું સેવન કરવામાં આવે તો હાઇ બ્લડ પ્રેશર, ધમનીઓમાં ચરબી જમા થવી (એથેરોસ્કોરિસસ), યકૃતના રોગ અને અલ્ઝાઇર સહિતના રોગ થઈ શકે છે. 50 કિલોથી વધુ તેલ વાપરતા એકમો માટે રેકોર્ડ રાખવો ફરજિયાત જે ફૂડ બિઝનેસમાં તળવા માટે દરરોજ 50 કિલો અથવા લિટરથી વધુ રસોઈ તેલ વપરાય છે. તેમણે તેલના દૈનિક વપરાશ, વપરાય તેલના જથ્થા અને તેના નિકાલની વિગતોનો રેકર્ડ જાળવવો જોઈએ. વપરાયેલ તેલને અલગ, યોગ્ય રીતે ઓળખી શકાય તેવા પાત્રમાં રાખીને અધિકૃત એજન્સીને સોંપવું જોઈએ. વિભાગે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોને વપરાયેલા તેલના જથ્થા અને નિકાલનો રેકોર્ડ જાળવવા તથા તેલનો નિકાલ અધિકૃત એજન્સી મારફતે કરવા સૂચના આપી છે. તહેવાર દરમિયાન ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જણાય તો લાગુ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan