Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
tourism

અમરેલીમાં ગુજરાતનું 10મું અત્યાધુનિક આધાર સેવા કેન્દ્ર શરૂ:આધારની કામગીરી માટે અમદાવાદ કે મુંબઈ જવું નહીં પડે; સરકારી રજાઓ સિવાય કેન્દ્ર સાતેય દિવસ કાર્યરત રહેશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 1, 2026 👁 4 views
અમરેલીમાં ગુજરાતનું 10મું અત્યાધુનિક આધાર સેવા કેન્દ્ર શરૂ:આધારની કામગીરી માટે અમદાવાદ કે મુંબઈ જવું નહીં પડે; સરકારી રજાઓ સિવાય કેન્દ્ર સાતેય દિવસ કાર્યરત રહેશે
અમરેલીમાં ગુજરાતનું 10મું અત્યાધુનિક આધાર સેવા કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. આ સુવિધાથી હવે સ્થાનિક નાગરિકોને આધાર કાર્ડના નવા નોંધણી, નામ-સરનામામાં સુધારા કે બાયોમેટ્રિક અપડેટ જેવા કામો માટે અમદાવાદ અથવા મુંબઈ જવાની જરૂર રહેશે નહીં. આ સેવાનો લાભ અમરેલી જિલ્લા અને આસપાસના તાલુકાના તમામ નાગરિકો મેળવી શકશે. બાળકોથી લઈને વડીલો સુધીની તમામ કામગીરી થશે નવા કેન્દ્રમાં આધાર કાર્ડ બનાવવાથી લઈને નામ અને સરનામું સુધારવાની વ્યવસ્થા છે. બાળકોના આધાર નોંધણી તથા બાયોમેટ્રિક અપડેટની કામગીરી અહીં જ પૂરી થઈ શકશે. ઓપરેટર સ્ટાફ અને મશીનોની પૂરતી વ્યવસ્થા કરાઈ કેન્દ્રમાં 4 ઓપરેટરો સહિત કુલ 8 જેટલો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. અહીં નાગરિકોની સરળતા માટે 4 મશીન મુકાયા છે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટ વિના પણ કામ કરી અપાશે નાગરિકો ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને કેન્દ્ર પર આવી શકશે. એપોઈન્ટમેન્ટ વગર આવતા અરજદારોનું કામ પણ સમયસર પૂરું કરવામાં આવશે. ગુજરાતના 25 જિલ્લાઓમાં આધાર કેન્દ્ર શરૂ કરાશે આ કેન્દ્ર ટેકનિકલ કારણોસર અટકતી કામગીરીનો ઝડપી નિકાલ કરશે. UIDAIના જણાવ્યા મુજબ રાજ્યના 25 જિલ્લાઓમાં આવા કેન્દ્રો શરૂ કરવાનો પ્લાન છે. સરકારી રજાઓ સિવાય સપ્તાહના સાતેય દિવસ સેવાનો લાભ કેન્દ્ર સરકારની ગેઝેટેડ રજાઓ સિવાય આ કેન્દ્ર સાતેય દિવસ ખુલ્લું રહેશે. નવા આધાર મેળવવાની સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવી છે. અન્ય સુધારા કામગીરી માટે નિયત ચાર્જ લાગુ પડશે માહિતી અપડેટ કરવા માટે UIDAIના નિયમ મુજબના ચાર્જ વસૂલવામાં આવશે. અમરેલી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોને આ સેવાનો મોટો લાભ મળશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan