education
પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ 10ના વાલીઓની બેઠક યોજાઈ:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, પરીક્ષા પદ્ધતિ અને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું
પાટણની પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10ના વાલીઓની ખાસ બેઠક યોજાઈ. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામ, સર્વાંગી વિકાસ અને આરોગ્ય પર ચર્ચા થઈ. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત આ શાળામાં, અભ્યાસ સુધારવા વ્યૂહરચના અપાઈ. પ્રથમ-બીજી પરીક્ષાના ગુણભાર, વિષયનો ભાર ઘટાડવાની રીત અને ગ્રેડ સુધારવા ટિપ્સ અપાઈ. બાળકો પર શૈક્ષણિક બોજ ન નાખતા તેમને મુક્તપણે વિકસવા દેવા પર ભાર મુકાયો. વાલીઓને મોબાઈલ, બાઇક, જંક ફૂડના ઉપયોગ અંગે બાળકોમાં જાગૃતિ લાવવા સૂચનો કરાયા. સ્વાસ્થ્ય અને શિસ્ત પર પણ ધ્યાન અપાયું. આચાર્ય ડો. ઝેડ એન સોઢા, સુપરવાઈઝર હર્ષદભાઈ ડામોર, વર્ગ શિક્ષકો લક્ષ્મીકાંત પટેલ, મહેશજી ઠાકોર, હીનાબેન પાદરીયા, વિપુલભાઈ ચૌધરી, દાનેશભાઈ મોદી, વાલી મંડળના અધ્યક્ષ વિનોદભાઈ સુથાર અને લક્ષ્મણભાઈ હાજર રહ્યા.
Read full article on Divya Bhaskar