Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

દિવાળી પહેલાંના રવિવારે પણ બજારમાં લોકોની અવરજવર સામે ખરીદી ઓછી:મોંઘવારીના મારથી કપડાં, હેન્ડીક્રાફ્ટ અને કોસ્મેટિક્સ સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 25 ટકા સુધીનો વધારો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 1, 2026 👁 1 views
દિવાળી પહેલાંના રવિવારે પણ બજારમાં લોકોની અવરજવર સામે ખરીદી ઓછી:મોંઘવારીના મારથી કપડાં, હેન્ડીક્રાફ્ટ અને કોસ્મેટિક્સ સહિતની વસ્તુઓના ભાવમાં 10થી 25 ટકા સુધીનો વધારો
દિવાળીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને રવિવાર હોવા છતાં બજારોમાં અપેક્ષિત ઘરાકી જોવા નથી મળી રહી. મોંઘવારીને કારણે વસ્તુઓના ભાવમાં થયેલા 20 ટકા સુધીના વધારા અને ઓનલાઈન શોપિંગના વધેલા વ્યાપને કારણે વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. રેડીમેડ કપડાંથી લઈને હેન્ડીક્રાફ્ટ અને કોસ્મેટિક્સની દુકાનોમાં તહેવાર ટાણે પણ સામાન્ય દિવસો જેવો જ વેપાર થતાં આ વર્ષે દિવાળી ફીકી રહેવાની આશંકા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. મોંઘવારી અને ઓનલાઇન ખરીદીથી કોસ્મેટિક-કટલેરી વેપાર પ્રભાવિત ઘોઘાગેટ પોલીસ ચોકી પાસે કોસ્મેટિક તેમજ કટલેરીનો વ્યવસાય કરતા પૂજાબેન હરસોરાના જણાવ્યા અનુસાર, દિવાળી હવે માત્ર તહેવાર પૂરતી રહી ગઈ છે અને બજારમાં અગાઉ જેવો ઉત્સાહ કે ઘરાકી જોવા મળતી નથી. એક તરફ વધતી મોંઘવારી અને બીજી તરફ વસ્તુઓના ભાવમાં થયેલા આશરે 15થી 20 ટકાના વધારાને કારણે છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વેપાર નબળો રહ્યો છે. ગ્રાહકો હવે સ્થાનિક દુકાનોને બદલે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી સસ્તી વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. ઓનલાઇન ખરીદીમાં ગુણવત્તાના પ્રશ્નો અને છેતરપિંડીનું જોખમ હોવા છતાં લોકો ઓફલાઇન બજાર તરફ વળતા અચકાય છે. દિવાળી પૂર્વેનો છેલ્લો રવિવાર હોવા છતાં બજારમાં ઘરાકીનો મોટો અભાવ વર્તાઈ રહ્યો છે. રવિવારની રજા છતાં લેડીઝ ડ્રેસ માર્કેટમાં ધારી ખરીદીનો અભાવ પીરછલ્લા વિસ્તારમાં લેડીઝ ડ્રેસનો વ્યવસાય કરતા નિમેષ જીવરાજાણીએ જણાવ્યું હતું કે, રવિવારે હીરા ઉદ્યોગ, સરકારી કચેરીઓ અને શાળાઓમાં રજા હોવાથી બજારમાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઊમટી પડવાની અપેક્ષા હતી. જોકે, બજારમાં લોકોની અવરજવર દેખાય છે પણ ખરીદી ધાર્યા કરતાં ઘણી ઓછી છે. મોંઘવારી, આર્થિક મંદી અને ઓનલાઇન શોપિંગનું વધતું ચલણ આ સ્થિતિ પાછળના મુખ્ય પરિબળો છે. અગાઉ નવરાત્રિના પ્રથમ નોરતાથી જ મોડી રાત સુધી ગ્રાહકોની ભારે ભીડ રહેતી હતી, જ્યારે છેલ્લા ચાર વર્ષથી ઘરાકી માત્ર દિવાળીના છેલ્લા પાંચ દિવસ પૂરતી સીમિત થઈ ગઈ છે. ઉપરાંત, માલસામાનના ભાવમાં અંદાજે 10 ટકાનો વધારો થયો હોવા છતાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપવું પડતું હોવાથી વેપારીઓનો નફો 30 ટકાથી ઘટીને 20 ટકા થઈ ગયો છે. કાચા માલના ભાવવધારાથી હેન્ડીક્રાફ્ટના રિટેલ વેચાણમાં મંદી વોરા બજારમાં ‘મહાલક્ષ્મી હેન્ડીક્રાફ્ટ’ના નામે તોરણ અને ઝુમ્મરનો હોલસેલ વ્યવસાય કરતા ભરતભાઈ જગડે જણાવ્યું હતું કે, હોલસેલ સપ્લાય અને માલનો ઉપાડ પ્રમાણમાં સારો છે, પરંતુ રિટેલ કાઉન્ટર તેમજ છૂટક વેચાણમાં ભારે સુસ્તી જોવા મળે છે. ગત વર્ષની તુલનાએ રો-મટિરિયલમાં 20થી 25 ટકાનો તોતિંગ વધારો થતાં તૈયાર વસ્તુઓના ભાવ વધ્યા છે, જેની સીધી પ્રતિકૂળ અસર વેચાણ પર પડી છે. હોલસેલરો સપ્લાય કરી દે છે, પરંતુ શેરી-ગલીઓમાં ફરીને વેપાર કરતા ફેરિયાઓ અને નાના રિટેલરોને સાંજ સુધી પણ પૂરતો માલ વેચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. એકંદરે ભાવવધારાના બોજને કારણે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓના છૂટક વેપારમાં મંદીનો માહોલ છે. રેડીમેડ ગારમેન્ટ્સમાં તેજી ગાયબ, સામાન્ય દિવસો જેવો વેપાર આંબાચોક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી રેડીમેડ કપડાંનો વ્યવસાય કરતા સાલમભાઈના જણાવ્યા મુજબ, દિવાળીને માત્ર આઠ દિવસ બાકી હોવા છતાં બજારમાં કોઈ વિશેષ માહોલ જોવા મળતો નથી. બજારમાં લોકોની ચહલપહલ ચોક્કસ છે, પરંતુ ગ્રાહકો ખરીદી કરવા તૈયાર નથી. કપડાંના ભાવમાં આશરે 20 ટકાનો વધારો નોંધાયો છે, જેના કારણે તહેવારની તેજીના બદલે સામાન્ય દિવસો જેટલો જ સાધારણ વેપાર થઈ રહ્યો છે. તહેવારના દિવસોમાં જે મોટા ઉછાળાની આશા હોય છે, તેની સામે વેપારીઓએ માત્ર સામાન્ય વ્યવસાયથી જ સંતોષ માનવો પડી રહ્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan