Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાજકોટનાં પારેવડી ચોક નજીક ગોઝારો અકસ્માત:પૂરપાટ ઝડપે આવતી ડીજેના સામાન ભરેલી આઇશરે અનેક વાહનોને અડફેટે લેતા 1 નું મોત, 3 વ્યક્તિઓ ઘાયલ થતા સારવારમાં ખસેડાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
રાજકોટનાં પારેવડી ચોક નજીક ગોઝારો અકસ્માત:પૂરપાટ ઝડપે આવતી ડીજેના સામાન ભરેલી આઇશરે અનેક વાહનોને અડફેટે લેતા 1 નું મોત, 3 વ્યક્તિઓ ઘાયલ થતા સારવારમાં ખસેડાયા
રાજકોટના પારેવડી ચોક વિસ્તારમાં આજે એક દર્દનાક અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભગવતીપરા પુલ પરથી પૂરપાટ ઝડપે નીચે ઉતરી રહેલા એક આઇશર ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પર જઈ રહેલા અનેક વાહનોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં એક પુરુષનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે 3 કરતાં વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ડીજેનો સામાન ભરીને આવી રહેલી આઇશર ગાડી ભગવતીપરા પુલ પરથી અત્યંત પૂરપાટ ઝડપે ઉતરી રહી હતી. દરમિયાન ડ્રાઇવરે વાહન ઉપરથી કાબૂ ગુમાવી દેતાં તે અચાનક જ આગળ જતાં વાહનો ઉપર ચડી ગઈ હતી. આઇશર ટેમ્પોએ બે ઓટો રિક્ષા અને બેથી ત્રણ બાઇક ચાલકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં એક બાઇક સવાર વ્યક્તિ પર આઇશરનું વ્હીલ ફરી વળતાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં આઇશર ટેમ્પો અત્યંત ઝડપથી આવીને એક પછી એક વાહનોને ધડાકાભેર અડફેટે લેતો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અકસ્માતનો ભોગ બનનાર પરેશભાઈ વાણિયાએ જણાવ્યું હતું કે, હું ભગવતીપરા તરફથી ઢાળ ઉતરી રહ્યો હતો, ત્યારે અચાનક જ પાછળથી પૂરપાટ ઝડપે આવતી આઇશરે સીધેસીધી મારી ગાડીને પાછળથી ઠોકર મારી દીધી હતી. મારી ગાડી સાઇડમાં ફેંકાઈ ગઈ હતી. ત્યારબાદ તે આઇશરે આગળ જઈને બે-ત્રણ રિક્ષાઓ અને હોન્ડા બાઇક વાળા વૃદ્ધને અડફેટે લીધા હતા. જેમાં બાઇકવાળા વૃદ્ધ પર આખું વ્હીલ ચડી ગયું હતું. આઇશર ચાલક વાહન પરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો અને કદાચ ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ લાગતું હતું. ઉલ્લેખનીય છે કે, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આઇશર ચાલકને તાબામાં લઈને પોલીસ ચોકીએ ખસેડ્યો છે તથા અકસ્માત અંગેનો ગુનો નોંધી સીસીટીવીનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં આઈશર ચાલક બ્રેક ફેલ થઈ હોવાનો બચાવ કરતો હોય પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકની ઓળખ મેળવી તેના પરિવારને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan